Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

ચંદ્ર પરથી મળી શકે છે આજે ઇસરોને સારા સમાચાર

નાસાનું એલઆરઓ મોકલશે વિક્રમ લેન્ડરની તસ્વીરો

 નવી દિલ્હી,તા.૧૭: ISRO  વૈજ્ઞાનિક હજુ પણ ચંદ્રયાન ૨નાં વિક્રમ લેન્ડર જોડે સંપર્ક સાધવામાં લાગ્યા છે. ISRO મદદ માટે NASA પણ પોતાના ડીપ સ્પેસ નેટવર્કના ત્રણ સેન્ટરથી સતત ચંદ્રયાન ૨ આર્બિટર અને લેન્ડર સાથે સંપર્ક બનાવામાં લાગેલું છે. NASAના લુનર રિકાનસેંસ ઓર્બિટર (LRO) જેવું ચંદ્રના જે ભાગ પરથી પસાર થશે જયાં લેન્ડર લેન્ડ થયું હતું, તેના ફોટા મોકલશે. જોકે, એ વાતની ગેરંટી નથી કે ફોટા સ્પષ્ટ આવશે.

આ પહેલા પણ NASA એ વિક્રમ લેન્ડર જોડે સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો. તેણે રેડિયો તરંગોના માધ્યમથી વિક્રમને હેલ્લો સંદેશ મોકલ્યો હતો. NASA ની જેટ પ્રપલ્શન લેબોરેટરીએ વિક્રમને રેડિયો તરંગો મોકલી હતી, જેથી સામેથી કોઈ પ્રતિક્રિયા મળી શકે. પણ લેન્ડર તરફથી હજુ સુધી કોઈ જવાબ મળ્યો નથી. NASA ના ત્રણ સેન્ટરો છેઃ સ્પેનના મેડ્રિડ, અમેરિકાના કેલિફોર્નિયાના ગોલ્ડસ્ટોન અને આસ્ટ્રેલિયાના કેનબરા. આ ત્રણેય જગ્યાઓ પર લાગેલા એન્ટિના ચંદ્રયાન ૨દ્ગક્ન આર્બિટરથી તો સંપર્ક સાંધી શકે છે, પરંતુ વિક્રમ લેન્ડરને મોકલેલા સંદેશાનો કોઇ જવાબ આવી રહ્યા નથી.

જો ૨૦ ૨૧ સપ્ટેમ્બરના રોજ કોઇપણ રીતે ISRO અને દુનિયાભરની બીજી એજન્સીઓના વૈજ્ઞાનિકો વિક્રમ લેન્ડર સાથે સંપર્ક સ્થાપિત કરવામાં સફળ થયા તો ઠીક, નહીં તો માની લેવું કે ફરીથી લેન્ડરનો સંપર્ક કરવો કોઈ ચમત્કારથી ઓછો નથી. કારણ કે ચંદ્ર પર રાત શરૂ થઈ જશે, જે પૃથ્વીના ૧૪ દિવસની બરાબર હશે. ચંદ્રના આ ભાગમાં સૂર્યના કિરણો પડશે નહીં, જયાં વિક્રમ લેન્ડર છે. તાપમાન દ્યટીને ૧૮૩ ડિગ્રી સેલ્સિયસ સુધી જઈ શકે છે. આ તાપમાનમાં વિક્રમ લેન્ડરના ઇલેકટ્રોનિક ભાગ પોતાને જીવિત રાખી શકશે એ કહેવું મુશ્કેલ છે. આથી વિક્રમ લેન્ડર સાથે સંપર્ક થશે નહીં.

(3:33 pm IST)