Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

ગુજરાત વિકાસનું મોડેલ દેશ માટે પ્રેરણાદાયી

કેવડીયા ખાતે નર્મદા નીરના વધારણા કર્યા બાદ જનમેદનીને સંબોધતા વડાપ્રધાન મોદી : સ્થિરતા અને વિકાસ એક સાથે થઇ શકે તેનું ઉતમ ઉદાહરણ ગુજરાત પુરૂ ખડયું છે

કેવડીયા,તા.૧૭: વડાપ્રધાન નરેન્દ્રમોદી તેમના ૭૦માં જન્મદિને નર્મદાના નીરના વધારણા કર્યા બાદ જાહેરસભાને સંબોધન પણ કર્યું હતુ. પીએમ મોદીએ જાહેરસભાને સંબોધતા જણાવ્યું હતું કે કલમ-૩૭૦ના નિર્ણયનો ઉલ્લેખ કરીને કહ્યું કે આઝાદી દરમ્યાન અધૂરા રહી ગયેલા કાર્યોને પૂર્ણ કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તેમના ૬૯માં જન્મદિવસ પર સરદાર સરોવર ડેમના કિનારે નર્મદા મહોત્સવમાં સામેલ થયેલા વડાપ્રધાને આજે જનસભામાં હૈદરાબાદ યુકિત દિવસ અને સરદાર પટેલનો પણ ઉલ્લેખ કર્યો તેઓએ કહ્યું કે કલ્પના કરો જો સરદાર પટેલની દુરદર્શિતા હોત નહી તો આજે ભારતનો નકશો કેવો જોવા મળશે અને ભારતની સમસ્યાઓ કેટલી વધુ હશે.

પીએમે કહ્યું કે સરદાર સાહેબની પ્રેરણાથી એક મહત્વપૂર્ણ નીર્ણય દેશે લીધો છે. દાયકાઓ જુની સમસ્યા  સમાધાન માટે નવા માર્ગ પર ચાલવાનો નિર્ણય લેવાના આવ્યો છે. મને પૂર્ણ વિશ્વાસ છેકે જમ્મુ-કાશ્મીર લદાખ અને કારગિલના લાખો સાથીઓના સક્રિય સહયોગથી અને  વિકાસ અને વિશ્વાસની નવી ધારા ફેલાવવામાં સફળ થશે પીએમે કહ્યું કે એક ભારત શ્રેષ્ઠ ભારતના સરદારના સપનલ આજે દેશ સાકાર કરતો જોવા રહ્યો છે.

નર્મદા જીલ્લાના કેવડીયામાં જનસભાને સંબોધિત કરીને તેઓએ કહ્યું કે આઝાદી દરમ્યાન જે કામ અધુરા રહી ગયા હતા. તેમને પૂર્ણ કરવાના પ્રયત્ન આજે દેશ કરી રહ્યું છે જ્મ્મુ-કાશ્મીર અને લકીચના લોકોને ૭૦ વર્ષ સુધી ભેદભાવનો સામનો કરવો પડયો છે તેનું દુષપરિણામ હિંસા અને અલગાવ રૂપે ,અધૂરી આશાઓ અને નવી આંકાક્ષાઓના રૂપે સંપૂર્ણ દેશે ભોગવ્યું છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ૭૦ના જન્મદિને નર્મદાના નીરના વધામણા કર્યાં બાદ જાહેરસભાને સંબોધન કર્યું હતું. મોદીએ 'નમામી દેવી નર્મદે અને કેમ છો'ના સંબોધનથી જાહેરસભાની શરૂઆત કરી હતી. અને આવજો કહીને સંબોધન પૂર્ણ કર્યું હતું. પીએમ મોદીએ જાહેરસભાને સંબોધતા જણાવ્યું હતું કે, આજે આ મંચ પર બેઠો હતો. થોડું મગજ મારું જૂના જમાનાની યાદોમાં જતુ રહ્યું હતું. મને મનમાં થતું હતું કે, આજે મારા હાથમાં કેમેરો હોત. અને ઉપરથી દ્રશ્ય જોતો હતો કે, આજે કેવડિયામાં જલસાગર અને જનસાગરનું મિલન થયું છે. ફોટોગ્રાફી કરનારને આવું દ્રશ્ય બહુ ઓછું જોવા મળે છે. મારૂ સૌભાગ્ય છે કે, મા નર્મદાના દર્શન અને પૂજાનો અવસર મળ્યો છે.

પીએમ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, હું તમામ ગુજરાતીવાસીઓને નર્મદા ઉત્સવના આ પ્રસંગે હું શુભેચ્છા પાઠવું છું. દેશના ચાર રાજયોને જનતા અને ખેડૂતોને આ યોજનાનો લાભ મળી રહ્યો છે. કેવડિયામાં પ્રકૃતિ અને વિકાસનો અનુભવ થયો છે. અને સરદાર પટેલની ભવ્ય પ્રતિમા અમને આશિર્વાદ આપતી નજર આવે છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રેલીને સંબોધન કરતા કહ્યું કે આજે હૈદરાબાદ મુકિત દિવસ છે. ૧૭ સપ્ટેમ્બર ૧૯૪૮માં  હૈદરાબાદનો વિલય ભારતમાં થયો હતો. આજે હૈદરાબાદ દેશની ઉન્નતિમાં યોગદાન આપી રહ્યું છે. એક ભારત-શ્રેષ્ઠ ભારતનું સપનું આજે સાકાર થઇ રહ્યું છે, આઝાદી બાદ જે કામ અધૂરા રહી ગયા છે તેને આજે ભારત પૂરા કરી રહ્યું છે.જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખના લોકોએ ૭૦ વર્ષ સુધી ભેદભાવના સામનો કર્યો. સરદાર સાહેબની પ્રેરણાથી એક જરૂરી નિર્ણય લીધો છે, હવે ત્યાં વિકાસ જોવા મળશે.

પીએમ મોદીએ કહ્યું કે હવે દેશભરમાં હર દ્યર, હર જલના લક્ષ્યને આગળ વધારવાનું છે. પ્રધાનમંત્રી કિસાન નીધિ દ્વારા ગુજરાતના દરેકને લાભ મળી રહ્યો છે. દ્યોદ્યા-દહેજ રોરો ફેરી સર્વિસ મે શરૂ કરાવી હતી, અત્યાર સુધીમાં ૩.૨૫ લાખ યાત્રીઓએ તેનો ફાયદો લીધો, અનેક ગાડીઓ પણ ટ્રાન્સપોર્ટથી જઇ ચુકી છે. ટૂંક સમયમાં હવે મુંબઇથી હજીરાની વચ્ચે આ સુવિધા શરૂ કરવામાં આવશે.

ગુજરાતમાં આજે સિંચાઇના નેટવર્કને લઇને પાણી બચાવો અભિયાન ચલાવામાં આવ્યું. જેના કારણે ૧૨ લાખ ખેડૂત પરિવારને ફાયદો થયો. આજે ગુજરાતની ૧૯ લાખ હેકટર જમીન ખેતી કરવાને લઇને સક્ષમ બની. ત્ત્પ્ સ્ટડીના કારણે સામે આવ્યું કે માઇક્રો ઇરિગેશનના કારણે ગુજરાતમાં ૫૦ ટકા સુધી પાણીની બચત થઇ. ૨૫ ટકા સુધી ફર્ટિલાઇઝરનો ઉપયોગ ઓછો થયો, ૪૦ ટકા સુધી લેબર કોસ્ટ ઓછી થઇ અને વીજળીની બચત થઇ તે અલગ.

નર્મદા ખાતે રેલીને સંબોધન કરતાં પીએમ મોદીએ કહ્યું કે આજે કચ્છ અને સૌરાષ્ટ્રના એ વિસ્તારોમાં મા નર્મદાની કૃપા છે જયાં ઘણા બધા દિવસો સુધી પાણી મળતું નહોતું. તમે જયારે મને અહીંનું નેતૃત્વ સોપ્યું હતું ત્યારે અમારી સામે અનેક પડકારો હતા. સિંચાઇ માટે, પીવાના પાણી માટે, વીજળી માટે, ડેમનું કામ ઝડપી બનાવવા માટે, બીજી તરફ નર્મદા કેનાલનું નેટવર્ક અને વૈકલ્પિક સિંચાઇ વ્યવસ્થાને આગળ વધારવાની હતી. તેમ છતાં ગુજરાતના લોકોએ હાર ન માની અને આજે સિંચાઇની યોજનાઓનું એક વ્યાપક નેટવર્ક ગુજરાતમાં ઉભુ થઇ ગયું છે.

જન્મદિવસના અવસર પર પીએમ મોદી નર્મદા ખાતે એક જનસભાને સંબોધન કરી રહ્યાં છે. જયાં પીએમ મોદીએ કેવડિયા ખાતે કહ્યું કે કયારેક મન કરતું હતું કે ફોટો પાડું, પરંતુ આજે મન કરી રહ્યું હતુ કે જો આજે મારા હાથમાં કેમેરો હોતને તો સારુ હોત. અહીં પીએમ મોદીએ હાજર રહેલા લોકોને પૂછ્યું, કેમ છો? મને અહીં નમામિ મહોત્સવમાં આવવાની તક મળી, જેને લઇને હું ગુજરાતનો આભારી છું. નર્મદાની યોજનાનાથી ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના ખેડૂતોને લાભ મળશે.

પીએમ મોદીએ કહ્યું કે આજે સરદાર પટેલનું સ્વપ્ન પૂરુ થયું છે, તે પણ તેમની નજર સામે, કારણ કે સામે જ સરદાર સાહેબની સૌથી મોટી મૂર્તિ છે. આ સ્થિતિમાં આવવા માટે લાખો લોકોનું યોગદાન રહ્યું છે, સાધુ-સંતોની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. આજે અમે દરેક વ્યકિતનો આભાર વ્યકત કરુ છું. ગુજરાતના દરેક ગામડામાં આપણે વિકાસ લઇ જવાનો છે.

(3:28 pm IST)