Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

અમેરિકામાં રહેતો દર સાતમો વ્‍યકિત વિદેશમાં જન્‍મેલો

ભારતીય ટોપ પરઃ ૨૦૧૦થી ૨૦૧૭ વચ્‍ચે ભારતથી ૮.૩૦ લાખ લોકો અમેરિકા પહોંચ્‍યા : વર્ષ ૧૯૮૦માં ૧૬માંથી એક વ્‍યકિત વિદેશી હતો

નવીદિલ્‍હી તા.૧૭: ગયા સપ્તાહે યુએસ સેન્‍સેસ બોર્ડ તરફથી જારી આંકડાઓ અનુસાર અમેરિકામાં પ્રવાસીઓની સંખ્‍યા સમગ્ર જનસંખ્‍યાના ૧૪ ટકા પહોંચી ગઇ છે. બીજા શબ્‍દોમાં કહીએ તો અમેરિકામાં રહેતો દર સાતમો વ્‍યકિત અમેરિકામાં પેદા થયો નથી. અમેરિકામાં પ્રવાસીઓની સંખ્‍યા ૨૦૧૬થી જુલાઇ ૨૦૧૭ સુધી ૧૮ ટકા વધી ગઇ છે જેમાં ભારતીય મુળના લોકોની સંખ્‍યા ઝડપથી વધી છે.

સામાન્‍ય રીતે અમેરિકાને પ્રવાસીઓનો દેશ ઓળખવામાં આવે છે. પણ છેલ્લા ૧૦૦ વર્ષમાં આ દેશમાં પ્રવાસીઓની સંખ્‍યા આટલી કદી રહી નથી.

વર્ષ ૧૯૮૦માં અમેરિકામાં ૧૬માંથી એક વ્‍યકિત વિદેશી મુળનો હતો. ડેટા દર્શાવે છેકે ૨૦૧૦થી ૨૦૧૭ વચ્‍ચે ભારતથી લભગગ ૮.૩૦ લાખ લોકો અમેરિકા પહોંચ્‍યા. તો ચીનથી લગભગ ૬.૭૭ લાખ લોકો પ્રવાસી તરીકે અમેરિકા પહોંચ્‍યા. ૨૦૧૦થી ૨૦૧૭ વચ્‍ચે ભારતથી પહોંચેલા પ્રવાસીઓની સંખ્‍યામાં ૪૭ ટકાનો વધારો થયો છે.

(12:48 pm IST)