Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

હું ૩૫-૪૦નું લીટર પેટ્રોલ-ડિઝલ વેંચી શકુ તેમ છું

બાબા રામદેવજીની ગર્જના

નવીદિલ્‍હી, તા.૧૭: પેટ્રોલ-ડીઝલના વધી રહેલા ભાવ, વધતી મોંદ્યવારી અને નબળા પડી રહેલા રૂપિયા અંગે બાબા રામદેવે સરકારને અનેક સૂચનો કર્યા છે. રામદેવે કહ્યું હતું કે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી નજીક હોવાથી સરકારે મોંદ્યવારી પર લગામ મૂકવી પડશે. પેટ્રોલ-ડીઝલની આસમાને પહોંચી રહેલી કિંમતોને કારણે લોકોનો ગુસ્‍સો ચૂંટણીમાં મોદી સરકારને ડૂબાડી દેશે.

બાબા રામદેવે ઉમેર્યું હતું કે, શ્નએ સાચું છે કે ક્રૂડ ઓઈલની કિંમતો વધી છે પણ જો સરકાર ટેક્‍સ દૂર કરે તો આજે પણ ૩૦-૪૦ રૂપિયામાં પેટ્રોલ-ડીઝલ મળી શકે છે. હું ઈચ્‍છું છું કે વડાપ્રધાન મોદી જનતાની વાત સાંભળે કેમકે ૨૦૧૯ની ચૂંટણી નજીક છે અનો મોંદ્યવારી તેમાં સરકારને નુકસાન પહોંચાડી શકે છે.

રામદેવે કહ્યું હતું કે આજે ડોલરની સામે રૂપિયો નબળો પડી ગયો છે. શક્‍ય છે કે આપણે રૂ. ૮૦ આપીને એક ડોલર ખરીદવો પડે. જયારે ભારત આઝાદ થયું હતું ત્‍યારે રૂપિયો અને ડોલરની કિંમત સમાન જેવી હતી. સરકારે ભારતીય ચલણને મજબૂત બનાવવા માટે કંઈક વિચારવું જોઈએ.

રામદેવે કહ્યું હતું કે શ્નઉંચૐડજીટાૃ-ડીઝલને જીએસટી અંતર્ગત લાવવાની જરૂર છે. જો સરકાર ટેક્‍સમાં રાહત આપે અને મને અનુમતિ આપે તો હું પેટ્રોલ-ડીઝલ રૂ.  ૩૫-૪૦ પ્રતિ લિટરની કિંમતમાં આપી શકું.

યુવાનોને સંબોધતા રામદેવે કહ્યું હતું કે નિરાશા આજના યુવાનોની મોટી સમસ્‍યા છે. રામદેવે કહ્યું હતું, શ્નયુવાનો વિચારે છે કે તેમની પાસે કોઈ તક નથી, એ સાચું નથી. મારા કોઈ ગોડફાધર નહોતા અને છતાં મેં મોટું સાહસ (પતંજલિ) સ્‍થાપિત કર્યુ છે. હું રૂપિયા પાછળ દોડતો નથી, રૂપિયા મારી પાછળ ભાગે છે.

તેમણે કહ્યું હતું, ‘કેટલાક લોકો પીએમ મોદીની ટીકા કરતા રહે છે, એ તેમનો મૂળભૂત અધિકાર છે પણ પીએમ મોદીએ સારૂં કામ કર્યું છે. હું કોઈ રાજનીતિમાં નથી. હું દરેક પાર્ટી સાથે છું અને હું એક પણ પાર્ટીની સાથે નથી. હું વૈજ્ઞાનિક સંન્‍યાસી છું. પતંજલિમાં હાલ ૩૦૦થી વધુ વિજ્ઞાનીઓ કાર્યરત છે.

ગાય વિશેના એક સવાલ અંગે રામદેવે કહ્યું હતું કે લોકોએ ગાયને ધાર્મિક પ્રાણી બનાવી દીધી છે, ગાયને કોઈ ધર્મ નથી. હું એવું નથી કહેતો કે સમલૈંગિક લોકોને લાકડીઓથી ફટકારવા જોઈએ, હું એમ કહું છું કે તે પ્રકૃતિના નિયમોથી વિરુદ્ધ છે.

રામદેવે કહ્યું હતું કે આજે ડોલરની સામે રૂપિયો નબળો પડી ગયો છે. શક્‍ય છે કે આપણે રૂ. ૮૦ આપીને એક ડોલર ખરીદવો પડે. જયારે ભારત આઝાદ થયું હતું ત્‍યારે રૂપિયો અને ડોલરની કિંમત સમાન જેવી હતી. સરકારે ભારતીય ચલણને મજબૂત બનાવવા માટે કંઈક વિચારવું જોઈએ.

રામદેવે કહ્યું હતું કે  પેટ્રોલ-ડીઝલને જીએસટી અંતર્ગત લાવવાની જરૂર છે. જો સરકાર ટેક્‍સમાં રાહત આપે અને મને અનુમતિ આપે તો હું પેટ્રોલ-ડીઝલ રૂ.  ૩૫-૪૦ પ્રતિ લિટરની કિંમતમાં આપી શકું.

યુવાનોને સંબોધતા રામદેવે કહ્યું હતું કે નિરાશા આજના યુવાનોની મોટી સમસ્‍યા છે. રામદેવે કહ્યું હતું, ‘યુવાનો વિચારે છે કે તેમની પાસે કોઈ તક નથી, એ સાચું નથી. મારા કોઈ ગોડફાધર નહોતા અને છતાં મેં મોટું સાહસ (પતંજલિ) સ્‍થાપિત કર્યુ છે. હું રૂપિયા પાછળ દોડતો નથી, રૂપિયા મારી પાછળ ભાગે છે.'

તેમણે કહ્યું હતું, ‘કેટલાક લોકો પીએમ મોદીની ટીકા કરતા રહે છે, એ તેમનો મૂળભૂત અધિકાર છે પણ પીએમ મોદીએ સારૂં કામ કર્યું છે. હું કોઈ રાજનીતિમાં નથી. હું દરેક પાર્ટી સાથે છું અને હું એક પણ પાર્ટીની સાથે નથી. હું વૈજ્ઞાનિક સંન્‍યાસી છું. પતંજલિમાં હાલ ૩૦૦થી વધુ વિજ્ઞાનીઓ કાર્યરત છે.'

ગાય વિશેના એક સવાલ અંગે રામદેવે કહ્યું હતું કે લોકોએ ગાયને ધાર્મિક પ્રાણી બનાવી દીધી છે, ગાયને કોઈ ધર્મ નથી. હું એવું નથી કહેતો કે સમલૈંગિક લોકોને લાકડીઓથી ફટકારવા જોઈએ, હું એમ કહું છું કે તે પ્રકૃતિના નિયમોથી વિરુદ્ધ છે.

(10:25 am IST)
  • હિમાચલના ધર્મશાલામાં સેનાના જવાને ૨ સાથીઓની ગોળી મારી હત્યા કરી ત્યારબાદ જવાને પોતે પણ આત્મહત્યા કરી લીધી access_time 1:51 pm IST

  • સુરેન્દ્રનગર: વઢવાણ જપોદર નાં પ્રેમી પંખીડાએ કર્યો આપધાત્:ઝાડ સાથે લટકી બંને પ્રેમીએ જીવ ખોયો:બન્ને નાં પરિવારમાં શોકનો માહોલ:બે દિવસમાં બીજો બનાવ બનતા ચકચાર: ચોટીલા ભેંટ સુડાનાં પ્રેમી પંખીડાએ ગઈ ઝાડ સાથે દુપટ્ટો બાંધીને ખોયા હતા જીવ:ચાર મોત બે દિવસ થતા સમગ્ર ઝાલાવાડમાં શોકનો માહોલ:સમાજની દેહશતથી પ્રેમીઓ ખોઈ રહ્યા છે જીવ access_time 12:42 am IST

  • ૨૩- ૨૪ સ પ્ટેમ્બરે ઉત્તર ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણીઃ પૂર હોનારતનો ભય access_time 4:10 pm IST