Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

મુંબઈમાં ગણેશ મહોત્સવની ધૂમ :લાલબાગ કે રાજાના દર્શન માટે ભાવિકોની જબરો ભીડ ઉમટી

મોટા ઉદ્યોગપતિ સહિતની હસ્તીઓ પંડાલમાં પહોંચી :મહાઆરતીનો લાભ લઈને ભક્તોએ ધન્યતા અનુભવી

મુંબઈમાં ગણેશ મહોત્સવની ધૂમ મચી છે.લાલબાગ ચા રાજાના દર્શન કરવા માટે ભક્તોની ભારે  ભીડ જામી છે. લાલબાગના ગણેશજીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો દેશભરમાંથી આવે છે.

 આજે લાલબાગ ચા રાજની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યુ હતું. મહાઆરતીનો અનેક ભક્તોએ લાભ લઈને ધન્યતા અનુભવી હતી.

  લાલબાગ ચા રાજાના દર્શન કરવા દેશના મોટા ઉદ્યોગપતિ સહિતની હસતીઓ આવતી હોય છે. આ વખતે  લાલબાગ ચા રાજાના પંડાલમાં દર્શન માટે આવતા ભક્તો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

(8:41 pm IST)