Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

આજે અમીરોને સરચાર્જમાંથી રાહત આપવા અંગે નિર્ણય

આજે PMO ની નાણાં વિભાગના સચિવો સાથે બેઠકઃ ઓટો એકટરને પણ રાહત અપાશે

મુંબઇ તા.૧૭ : આજે વડા પ્રધાનના કાર્યાલય (પીએમઓ) ના વરિષ્ઠ અધિકારીઓની નાણાં મંત્રાલયના પાંચ સચિવ સહિત ટોચના અધિકારીઓ સાથે બેઠક યોજનાર છે. આ બેઠકમાં અમીરો પરનો સરચાર્જ પાછો ખેંચવા અથવા તેમાં રાહત આપવા અંગે નિર્ણય લેવાઇ શકે છે. આ ઉપરાંત ઓટો અને રિયલ એસ્ટેટ સેકટરની મંદી દુર કરવાના ઉપાયો પર પણ વિચાર-વિમર્શ કરવામાંં આવશે.

આ અગાઉ નાણાપ્રધાન નિર્મલા સીતારમને એવો નિર્દેશ આપ્યો હતો  કે સરકાર સધારણાના ઉપાયો પર વિચારણા કરી રહી છ.ેપીએમઓના મુખ્ય સચિવ નૃપેન્દ્ર  મિશ્રા પણ આજે નાણા મંત્રાલય સાથેની બેઠકમાં હાજર રહેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર નાણાં મંત્રાલયના અધિકારીઓ સાથેની આ બેઠકમાં ઓટો અને રિયલ્ટી સેકટરની સાથે સાથે એફપીઆઇ (ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ)થી પ્રભાવિત શેરબજારમાંસુસ્તીને દુર કરવા માટેના વિકલ્પ કે સમાધાન રજુ કરવામાં આવશે.

નાણાપ્રધાને ગઇ કાલે એવો નિર્દેશ આપ્યો હતો કે અત્યાર સુધી મેં બેન્કો, નાણાકીય સંસ્થાઓ, એસએમઇ, ઉદ્યોગ અને ઓટોમોબાઇલ સહિત પાંચ અલગ અલગ સમુહના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી તેમની સમસ્યાઓ સાંભળી છે. હવે કેવાં પગલાં ઉઠાવવા તે અંગે વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છ.  સુત્રોના જણાવ્યા પ્રાપ્ત અનુસાર નાણા મંત્રાલયની પ્રથમ ચાર્જતો પ્રાથમીકતા એફપીઆઇ સરકારને ઉકેલ લાવવાની રહેશે જેના શેરબજાર મંદિમાં સપડાયું છે. ઉપરાંત ઓટો સેકટરને ફરી રાહત અને ફાઇનાન્સ ઉપલબ્ધ કરવાવા પર પણ વિચારણા કરાશે.

(3:38 pm IST)