Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

પ્લાસ્ટિકનો ઉપયોગ રોકવા માટે કેન્દ્ર સરકારે યુધ્ધસ્તરે શરૂ કર્યુ કામઃ જનઆંદોલન બનાવાની તૈયારી

સોફટડ્રીંક, મિનરલ વોટરની બોટલ, દુધની થેલીઓ જેવી વસ્તુઓ પર લાગશે સંપૂર્ણ પ્રતિબંધ

નવી દિલ્હી, તા.૧૭: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના લાલ કિલ્લાથી સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ પર રોક લાગવાના એલાન બાદ કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલએ આ દિશામાં યુદ્ઘ સ્તર પર કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. મંત્રાલયની સૌથી મોટી ચિંતા સોફટ ડ્રીંક, મિનરલ વોટરની બોટલ, દૂધની થેલીઓ, અને ચિપ્સ જેવી વસ્તુઓની પેકીંગમાં પ્લાસ્ટિકનો ઉપયોગ રોકવાનો છે.

ઙ્ગ મંત્રાલયનું માનવું છે કે દૈનિક ઉપયોગ થતા પ્લાસ્ટિક ખુબજ ઓછું રીસાઇકલ થાય છે. લોકોને ખુદને એવા પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવાની ઈચ્છા થશે. ત્યારે જ નિર્માતા કંપનીઓ વૈકલ્પિક પેકેઝીસ પર વિચાર કરશે. જાગૃત કરવા માટે મંત્રાલય વ્યાપક સ્તર પર અભિયાન ચલાવશે. રાજય સરકારોથી માંડીને નગર નિગમોના સ્તર સુધી સ્થાનીય શાસનની ભાગીદારી સુનિશ્યિત કરવામાં આવશે. અને સ્વયંસેવી સંસ્થાઓઓની મદદ લેવામાં આવશે.

સરકારની યોજના જનઆંદોલન શરૂ કરવાની છે. જેમાં લોકોને પ્લાસ્ટિકનો ઉપયોગથી થતા નુકશાન વિશે જાણકારી આપવામાં આવશે. આ આંદોલનનો હેતુ ગાંધી જયંતી પહેલા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઓછા માં ઓછો ઉપયોગ કરવો પડશે. આ પગલાંના સફળ થયા બાદ સરકાર પ્લાસ્ટિક પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ લગાવ પર વિચાર કરશે. તેને આશા છે કે ત્યાં સુધી લોકો પ્લાસ્ટિકની વિકલ્પ શોધી લેશે.

મંત્રાલયોનું અડધું કામ કેટલાક રાજયો સરકારોએ પહેલેથી જ સરળ બનાવી દીધું છે. સિક્કિમ દેશનું પ્રથમ રાજય હતું જેને ૧૯૯૮કમાં પ્લાસ્ટિકનો ઉપયોગ સંપૂર્ણ રીતે બંધ કરી દીધી છે. ત્રણ વર્ષ પહેલા હિમાચલ પ્રદેશે પણ પ્લાસ્ટિકની થેલીઓના ઉપયોગ કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.

ગયા વર્ષે મહારાષ્ટ્ર સરકારે પણ સંપૂર્ણ પ્રતિબન્ધ લગાવાની ઘોષણા કરી હતી.

(11:31 am IST)