Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

લંડનમાં 15મી ઓગસ્ટના દૂતાવાસ બહાર કાર્યક્રમમાં હુમલો : કાશ્મીરી પર પ્રદર્શનકર્તાઓએ પથ્થરમારો કર્યો ;બોટલો ફેંકી

શાંતિપૂર્વક સ્વતંત્રતા દિવસ મનાવતા ભારતીયો પર લગભગ 1000 પ્રદર્શકારીઓએ હુમલો કર્યો

લંડન સ્થિત ભારતીય દૂતાવાસના બહાર 15મી ઓગસ્ટ પર હજારો પાકિસ્તાની મુસલમાનોએ કાશ્મીર પર પ્રદર્શન કરતા હુમલો કર્યો હતો,દૂતાવાસની બહાર ત્રિરંગો ફરકાવીને સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવા આવેલા ભારતીયો પર પથ્થરમારો કર્યો અને બોટલો ફેંકી હતી,આ વેળાએ લંડન પોલીસકર્મી નદારદ રહ્યા હતા ભારતીયોએ દૂતાવાસની અંદર ધુસીને પોતાનો જીવ બચાવ્યો હતો

  આ પ્રદર્શન પાકિસ્તાની પ્રધાનમંત્રી ઇમરાનખાનના અંગત મિત્ર ઝુલ્ફી બુખારી દ્વારા બોલાવાયું હતું લડનના મેયર પદે સાદિક ખાન છે અને તે બુખારી સાથે ધનિષ્ટ છે એવું મનાય છે કે ભારતીય દૂતાવાસ બહાર પથ્થરમારામાં સાદિક ખાનની સહમતી હતી આવી ઘટના સ્થાનિક વહીવટી તંત્રની મંજૂરી વગર થતી નથી

   15મી ઓગસ્ટ ભારતની સાથે લંડનમાં રહેતા ભારતીયોએ પણ સ્વાતંત્રતા દિવસ મનાવ્યો હતો પરંતુ આ દરમિયાયન કેટલાક પાકિસ્તાની અને પાકિસ્તાની મૂળના બ્રિટિશે તેના પણ હુમલો કર્યો હતો ,લંડનમાં ભારતીય દૂતાવાસ સામે ભારતીય મૂળના લોકો શાંતિપૂર્વક સ્વતંત્રતા દિવસ મનાવી રહ્યાં હતા ત્યારે લગભગ 1000ની સંખ્યમાં પ્રદર્શકારીઓએ તેના પર હુમલો કર્યો હતો

(12:00 am IST)