Gujarati News

Gujarati News

News of Sunday, 17th May 2020

સાઉથના અંડરવર્લ્ડ ડોન મુથપ્પા રાયની અંતિમયાત્રામાં ફાયરીંગ : છ ની ધરપકડ

નવી દિલ્હી : પૂર્વ અંડરવર્લ્ડ ડોન મુથપ્પા રાયની અંતિમ સંસ્કારમાં હવાઇ ફાયરીંગ કરવાના મામલામાં કર્ણાટક પોલીસએ છ લોકોની ધરપકડ કરી છે ધરપકડ થયેલા છ લોકોમાં એક મુથપ્પા રાયના સંબંધી છે. મુથપ્પારાયનું શુક્રવારના નિધન થયું હતું. જે પછી કર્ણાટકના રામનગર જિલ્લામાં બિદાદીમાં એમના અંતિમ સંસ્કાર થયા આરોપ છે આ દરમ્યાન હવામાં પાંચ રાઉન્ડ ફાયરીંગ થયું.

બિદાદી પોલીસએ જણાવ્યું આર્મ્સ એકટ અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે તપાસ ચાલુ છે.

 

(12:00 am IST)