News of Thursday, 17th May 2018

પશ્ચિમ બંગાળમાં મમતાનો જયજયકાર બીજા નંબરે ભાજપઃ ૩૪ ટકા બીનહરીફ

બપોરે પંચાયતોની ૪૫૦૯ બેઠકો પર મમતાનો પક્ષ આગળ

કોલકત્તા, તા. ૧૭ :. આજે પશ્ચિમ બંગાળમાં હિંસાત્મક પંચાયત ચૂંટણીઓની મત ગણતરી ચાલુ થયેલ છે. બુધવારે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે રાજ્યભરમાં ૫૭૨ બુથ પર ફરીથી મતદાન કરવામાં આવ્યુ જે લગભગ ૬૮ ટકા જેવું હતુ. જો કે ઘણી જગ્યાએ હિંસા અને મતપેટીઓ લૂંટવાના બનાવો બન્યા હતા.

સોમવારે મતદાન વખતે બનેલ હિંસાત્મક બનાવોમાં ૧૨ મોત થયેલ અને તેના લીધે ૫૭૨ બુથ પર ફરી મતદાન કરવામાં આવેલ.

દરમિયાન એક બુથના પ્રીસાઈડીંગ ઓફિસરનો મૃતદેહ ઉત્તર દિનાજપુર જીલ્લામાં રેલ્વે ટ્રેક નજીકથી મળી આવ્યો છે. આ ઓફિસર તા. ૧૪મી મે મતદાનની તારીખથી ગૂમ હતો.

ચૂંટણી અધિકારી રાજકુમાર રોયના મોત ઉપર ભાજપાના રાષ્ટ્રીય પ્રવકતા સંબિત પાત્રાએ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ લોકશાહીના મૃત્યુ પર મગરના આંસુ વહાવનાર કહ્યા, તેમણે કહ્યુ કે, બંગાળમાં જે થઈ રહ્યુ છે તે માનવામાં ન આવે તેવુ છે.

દરમિયાન મત ગણત્રીમાં બપોર સુધીમાં મોટાભાગની બેઠકો પર તૃણમુલ કોંગ્રેસ આગળ છે જ્યારે ભાજપા બીજા નંબરે છે.

પશ્ચિમ બંગાળ ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલ માહિતી પ્રમાણે ૫૮૬૯૨ બેઠકમાંથી ૨૦૦૭૬ બેઠકો એટલે કે ૩૪.૨ ટકા બેઠકો બીનહરીફ છે.

(3:51 pm IST)
  • કર્ણાટકના કોંગ્રેસના એક ધારાસભ્ય રીસોર્ટમાંથી બહાર નીકળતા રાજકીય ગરમાવો : હોર્સ ટ્રેડીંગથી બચવા કોંગ્રેસે તેના ધારાસભ્યોને ઈગલટન રીસોર્ટમાં રાખ્યા હતા : જયાંથી ધારાસભ્ય રાજશેખર પાટીલ ખરાબ તબિયતનું કારણ આપી બહાર નીકળી જતાં કર્ણાટકના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે access_time 6:10 pm IST

  • સુપુર્દ-એ-ખાક : તમામ તાકાત કામે લગાડી પણ અંતે કર્ણાટકમાં કોંગ્રેસનું ઢીમ ઢાળી દેવામાં મોદી-શાહ સફળ થયા... સુપુર્દ-એ-ખાક ટાઇટલ સાથે પ્રસિધ્ધ થયેલું લાજવાબ કાર્ટુન જાણીતા ડેટા એનાલીસ્ટ જી-પ્રધાને ટવીટર ઉપર ટ્વીટ કર્યુ છે access_time 4:22 pm IST

  • નરેન્દ્રભાઇની સ્ટાઇલથી યેદિયુરપ્પાની કર્ણાટક વિધાનસભામાં એન્ટ્રી access_time 4:39 pm IST