Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

રાજનીતિ અને આતંકવાદ બંનેનો ધર્મ નથી હોતો: સરકારનો નિર્ણય ખોટો : રમઝાનમાં સૈન્ય ઓપરેશન બંધ રાખવા અંગે ગૃહમંત્રાલયને ટ્રોલ કરાયું

નવી દિલ્હી :ગૃહમંત્રાલયે રમઝાન મહિનામાં જમ્મુ કાશ્મીરમાં સૈન્ય ઓપરેશન બંધ રાખવા નિર્ણય કર્યો છે ગૃહ મંત્રાલયે ટ્વીટર ઉપર અંગે જાણ કારી આપી છે. કેન્દ્ર સરકારે સુરક્ષા દળોને આદેશ આપ્યો છે કે, રમઝાનના પવિત્ર મહિનામાં સુરક્ષા દળો કોઇ સૈન્ય ઓપરેશન કરે.ગૃહમંત્રાલય તરફથી જ્યારે નિર્ણયની ટ્વીટ કરવામાં આવી તો ભારે આલોચના થઇ હતી લોકોએ કહ્યું કે નિર્ણયથી ભાજપને ભારે નુકસાન ઉઠાવવાનું પડશે.

   એક યુઝરે લખ્યું છે કે, રાજનીતિ અને આતંકવાદ બંનેનો ધર્મ નથી હોતો.સરકારનો નિર્ણય ખોટો છે.ગૃહ મંત્રાલયે ટ્વીટ કરીને પણ કહ્યું કે, ઇસ્લામને આતંક અને હિંસાથી અલગ કરવું જરૂરી છે. ગૃહ મંત્રલાયે કહ્યું કે, જ્યાં સુધી માસૂમ જનતા ઉપર કોઇ આંતકી હુમલો ના થાય ત્યાં સુધી ફાયરિંગ કરવી. મંત્રાલયે પણ કહ્યું છે કે, નિર્ણય મુસ્લિમ ભાઇ, બહેનોની સુરક્ષા માટે લેવામાં આવ્યો છે. જેથી કરીને તેઓ રમઝાન મહિના દરમિયાન શાંતિથી રહી શકે.

(12:00 am IST)