Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

લોકપ્રિય તમિલ અભિનેતા વિવેકનું ચેન્નાઈની હોસ્પિટલમાં વહેલી સવારે હાર્ટ એટેકથી નિધન

છાતીમાં દુ:ખાવો થયાની ફરિયાદ બાદ બેભાન થઈ જતા દાખલ કરાયા હતા

ચેન્નાઇ : લોકપ્રિય તમિલ અભિનેતા વિવેકનું શનિવારે ચેન્નઈની એક હોસ્પિટલમાં નિધન થયું હતું. હોસ્પિટલ દ્વારા જારી કરવામાં આવેલા મેડિકલ બુલેટિનમાં એવું કહેવામાં આવ્યું છે કે સવારે 4:35 વાગ્યે તેણે વિશ્વમાંથી વિદાય લીધી હતી. શુક્રવારે એક દિવસ પહેલા જ તેમને છાતીમાં દુ:ખાવો થયાની ફરિયાદ બાદ બેભાન થઈ જતા ચેન્નઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ 59 વર્ષના હતા.

વિવેકને શુક્રવારે હાર્ટ એટેક આવ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની હાલત નાજુક રહી હતી. કહેવામાં આવ્યું હતું કે 100 ટકા બ્લોકેજને કારણે તેમને હાર્ટ એટેક આવ્યો છે. આ પછી જ્યારે તેમને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા ત્યારે તે બેભાન થઈ ગયા હતા. તેથી, ડોકટરોએ તેને એક્સ્ટ્રા કોર્પોરલ મેમ્બ્રેન ઓક્સિજન (ઇસીએમઓ) પર તેમને રાખ્યા હતા. તમામ પ્રયાસો છતાં અભિનેતાને બચાવી શક્યા નહીં.

વિવેકના અવસાન પછીથી સોશ્યલ મીડિયા પર ચાહકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે અને તેમના આત્માની શાંતિની કામના કરી રહ્યા છે. જણાવી દઈએ કે વિવેક સાઉથની સાથે સાથે દેશભરમાં ઘણા લોકપ્રિય હતા.

અભિનેતા વિવેકને તેના પરિવારના સભ્યો દ્વારા સ્તબ્ધ સ્થિતિમાં હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, અને પછી તરત જ તેમને હોસ્પિટલના કાર્ડિયોલોજિસ્ટની ટીમ દ્વારા હોશમાં પાછા લાવવામાં આવ્યા હતા. એન્જીયોપ્લાસ્ટી અને સ્ટંટ નાખવાની પ્રક્રિયાને અપનાવામાં આવી હતી. કારણ કે મુખ્ય રક્ત વાહિની સંપૂર્ણપણે બ્લોક થઇ ગઈ હતી.

પદ્મ શ્રી એવોર્ડ વિવેકે રજનીકાંત, વિજય અને અજિત કુમાર સહિત અનેક મોટા તમિલ અભિનેટાઓ સાથે કામ કર્યું છે. તે કેટલીક ફિલ્મોમાં મુખ્ય અભિનેતા તરીકે પણ દેખાઈ ચૂક્યા છે અને પર્યાવરણ અંગે જાગૃતિ ફેલાવવામાં સક્રિય રહ્યા હતા.

 વિવેકને 15 એપ્રિલે કોરોના રસી મળી હતી. તે તેના મિત્ર સાથે સરકારી હોસ્પિટલમાં પહોંચ્યા હતો. આ દરમિયાન મીડિયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે તે સરકારી હોસ્પિટલમાં કેમ રસી લઈ રહ્યા છે. તેમણે કહ્યું હતું કે ‘દરેક વર્ગના લોકો સરકારી હોસ્પિટલમાં પહોંચે છે. તેની પહોંચ વહુ લોકો સુધી છે. કોવિડ રસી યોગ્ય છે. તમે તેને લીધા પછી બીમાર થશો નહીં. તેને લીધા કર્યા પછી, ભય ઘણી હદ સુધી ઘટી જશે.

15 એપ્રિલના રોજ, વિવેકને રસી આપવામાં આવી હતી અને 16 એપ્રિલે છાતીમાં દુખાવો થવાને કારણે તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. આ પછી તમિળનાડુના આરોગ્ય પ્રધાન વિજય ભાસ્કરે તેમની બગડતી હાલત પર દુ: ખ વ્યક્ત કરતાં એક ટ્વીટ કર્યું હતું.

(10:22 am IST)
  • ગોંડલ પંથકમાં કમોસમી વરસાદ રાજકોટ-જૂનાગઢ હાઇવે ઉપર આવેલબગોંડલ તાલુકાના ચરખડી ગામે ભર ઉનાળે કમોસમી વરસાદ અત્યારે સાંજે પડી રહ્યો છે. ખેડૂતો મુશ્કેલીમાં.. (ભાવેશ ભોજાણી) access_time 6:57 pm IST

  • દેશમાં કોરોનાનો હાહાકાર : હજુ 10 રાજ્યોએ આજના નવા કોરોના કેસના આંકડાઓ રિપોર્ટ કરવાના બાકી છે, ત્યાં જ અત્યાર સુધીમાં ભારતમાં સતત ત્રીજા દિવસે 2,12,000 થી વધુ નવા કોરોના વાયરસના કેસ અને 1130 થી વધુ દુઃખદ મૃત્યુ નોંધાય ચુક્યા છે. access_time 10:12 pm IST

  • ૬૩ હજાર કેસો સાથે મહારાષ્ટ્ર દેશમાં કોરોના કેસમાં સતત પ્રથમ નંબરે: ઉત્તર પ્રદેશ ૨૭ હજાર અને દિલ્હી ૧૯ હજાર કેસ સાથે મોખરે રહેલ છે: પુણે ૧૧ હજાર અને મુંબઈ ૮૮૨૫: ગુજરાતમાં ૯ હજાર એ આંક પહોંચવા આવ્યો: એમપી ૧૧ હજાર, કર્ણાટક ૧૪ હજાર અને છત્તીસગઢ ૧૫ હજાર કેસ સાથે હાહાકાર મચાવે છે access_time 11:04 am IST