Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

સપા - બસપાએ ૩ બેઠકો આરએલડીને ફાળવી

બાગપત - મથુરા - મુઝફફરનગર આપી : હાથર - કેરોનાની બેઠક આપવામાં સપાની આનાકાની

નવી દિલ્હી તા. ૧૭ : લોકસભા ચૂંટણી પહેલા ઉત્તરપ્રદેશમાં સપા અને બસપા વચ્ચે થયેલ ગઠબંધનમાં અજિતસિંહ ચૌધરીની પાર્ટી રાષ્ટ્રીય લોકતાંત્રિક દલ (RLD)ને પણ સ્થાન મળ્યું છે મળતી માહિતી મુજબ ત્રણ બેઠકો માટે સહમતી બની છે પરંતુ ચોથી બેઠક માટે કશમકસ ચાલી રહી છે .ઙ્ગ

સમાજવાદી પાર્ટી બાગપત, મથુરાની સાથે મુઝફફરનગર બેઠક આરએલડીને આપવા રાજી છે પરંતુ હાથરની બેઠક આપવા સપા તૈયાર નથી. આરએલડી આ બેઠકની પણ માગ કરી રહી છે. આ ઉપરાંત કૈરાના બેઠક મુદ્દે પણ હજુ સહમતિ સધાઈ નથી. આરએલડીની માગ છે, પરંતુ સપા તૈયાર નથી.ઙ્ગ

દરમિયાન જયંત ચૌધરી લખનઉમાં અખિલેશ સાથે મુલાકાત કર્યા બાદ હવે દિલ્હી આવી પહોંચ્યા છે. શકય છે કે, હવે તેઓ આ મુદ્દે માયાવતીને મળશે. બીએસપી પ્રમુખ પણ આ ગઠબંધનને લીલી ઝંડી આપે તેવી શકયતા છે.

(3:30 pm IST)