Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

ખેડૂત પાક વીમો

વીમા કંપનીઓને ૩૦૦૦ કરોડનો ફાયદોઃ સરકારને ૪૦૮૫ કરોડનો ચુનો

નવી દિલ્હી તા.૧૭: ખેડૂતોના પાક વિમા સાથે જોડાયેલી ૧૧ ખાનગી વિમાકંપનીઓ માર્ચ ૨૦૧૮માં પુરા થતાં વર્ષમાં ૩ કરોડ રૂપિયાના ફાયદામાં છે. જયારે, સરકારી વિમા કંપનીઓ ૪૦૮૫ કરોડ રૂપિયાના નુકસાનમાં છે. ખાનગી વિમા કંપનીઓ દ્વારા સરકાર પાસેથી વસુલ કરવામાં આવેલ પ્રિમિયમ ખેડૂતોના કલેઇમ કરતા વધારે છે. ખેડૂતો કરેલ આ કલેઇમ પુર, ભુકંપ અથવા ઓછા વરસાદના કારણે પાકને થયેલ નુકસાન માટે કરેલ છે. ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેંટ ઓથોરીટી ઓફ ઇન્ડિયા (IRDAI) ના રીપોર્ટ અનુસાર ખાનગી ક્ષેત્રની ૧૧ વિમા કંપનીઓ દ્વારા લગભગ ૧૧ ૯૦૫ કરોડ રૂપિયાનું પ્રિમિયમ ઉઘરાવાયું હતું, જેની સામે ૮,૮૩૧ કરોડના કલેઇમ માંગવામાં આવ્યા હતાં.

એજ સમયગાળામાં સરકારી વિમા કંપનીઓએ સરકાર અને ખેડૂતો પાસેથી ૧૩૪૧૧ કરોડ રૂપિયા પ્રિમિયમ રૂપે ઉઘરાવ્યા હતા જેની સામે ૧૭૪૯૬ કરોડના કલેમ થયા હતા. જાહેર ક્ષેત્રની વિમા કંપનીઓમાં સાંથી વધુ નુકસાન એગ્રીકલ્ચર ઇન્સ્યોરન્સ કંપની ઓફ ઇન્ડિયા લીમીટેડ (એઆઇસી)ને થયું હતું. તેણે ૭૮૯૩ કરોડના પ્રીમિયમ સામે લગભગ ૧૨૩૩૯ કરોડના કલેઇમ ચુકવ્યા હતાં.

એવી આશા સેવાઇ રહી છે કે પ્રધાનમંત્રી પાકવીમા યોજનામાં વિમા કંપનીઓનો નફો વધશે. ખેડૂતો દ્વારા કરાતા કલેઇમની સામે તેમને ચુકવણી ઓછી રકમના કારણે આવું શકય બનશે એવી આશા સેવાઇ રહી છે.(૧.૪)

(10:06 am IST)