Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

૧૦ રૂપિયાના સિક્કા સંપૂર્ણ કાયદેસર છે : આરબીઆઈ

૧૦ના સિક્કા લેવાથી કોઇ ઇન્કાર કરી શકે નહીં : હાલ સામાન્ય લોકો અને છુટક કારોબારી ૧૦ રૂપિયાના સિક્કા લેતા નથી તેવી ફરિયાદ બાદ અંતે ખુલાસો કરાયો

નવીદિલ્હી, તા. ૧૭ : ૧૦ રૂપિયાના સિક્કાને લઇને વેપારીઓ અને નાના કારોબારીઓ તથા છુટક વેપારીઓ  હાલમાં આનાકાની કરી રહ્યા હતા અને આ સિક્કાને સ્વિકારી રહ્યા ન હતા. આની ગંભીર નોંધ રિઝર્વ બેંકે લીધી છે. રિઝર્વ બેંકે આજે ખુલાસો કરતા કહ્યું છે કે, જો ૧૦ રૂપિયાના સિક્કા કોઇની પાસે છે તે સંપૂર્ણપણે માન્ય છે. આ ૧૦ રૂપિયાના સિક્કાને સ્વીકાર કરવાથી કોઇ ઇન્કાર કરી શકે નહીં. રિઝર્વ બેંકે સ્પષ્ટતા કરી છે કે, એવી અફવાઓને દૂર કરવા માટે આ નિવેદન કરવામાં આવ્યું છે જેમાં જણાવવામાં આવ્યું હતું કે, ૧૦ રૂપિયા ઘણા લોકો સ્વીકારી રહ્યા નથી. ખાસ કરીને છુટક કારોબાર કરતા લોકો હજુ સુધી ૧૦ રૂપિયા સ્વિકારી રહ્યા ન હતા. રિઝર્વ બેંકે કહ્યું છે કે, ઘણી જગ્યા ઉપર સામાન્ય લોકો અને કારોબારી ૧૦ રૂપિયાના સિક્કાને લઇને શંકાની સ્થિતિમાં હતા. એવી અફવા ફેલાવવામાં આવી રહી હતી કે, આમાથી ઘણા સિક્કા બજારમાં માન્ય નથી. આરબીઆઈએ કહ્યું છે કે, ૧૦ રૂપિયા જે કંઇપણ ડિઝાઈનવાળા સિક્કા છે તે તમામ સિક્કા માન્ય છે અને કોઇપણ પ્રકારથી બંધ કરવામાં આવ્યા નથી. ૧૦ રૂપિયાના સિક્કાનો કાર્યક્રમ સંપૂર્ણ ખુશી સાથે લોકો કરે તેમ કહેવામાં આવ્યું છે. આરબીઆઈએ કહ્યું છે કે, ૧૦ રૂપિયા ૧૪ પ્રકારના સિક્કાઓ બજારમાં છે. આ સિક્કાને સમય સમય ઉપર જારી કરવામાં આવ્યા છે. અલગ અલગ સિક્કા મારફતે આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક મૂલ્યોને દર્શાવવામાં આવ્યા છે. આજ કારણસર જુદા જુદા પ્રકારના સિક્કા બજારમાં જોવા મળી શકે છે પરંતુ આ તમામ ૧૦ રૂપિયાના સિક્કા સંપૂર્ણપણે માન્ય છે. તેની કાયદેસરતાને લઇને કોઇ શંકા રાખવાની જરૂર નથી. રિઝર્વ બેંકે દેશની તમામ બેંકોને પણ ૧૦ રૂપિયાના સિક્કાને લઇને નિર્દેશ જારી કર્યા છે. ૧૦ રૂપિયાના સિક્કાને લઇને લોકોમાં આત્મવિશ્વાસ જગાવવા કહેવામાં આવ્યું છે. કોઇપણ ડર અને ભય વગર ૧૦ રૂપિયાના સિક્કાથી લેવડદેવડ કરવા માટે પણ કહેવામાં આવ્યું છે. આરબીઆઈએ પણ કહ્યું છે કે, તે પોતાની શાખા પર આવા ૧૦ રૂપિયાના સિક્કાની આપલે કરે તે જરૂરી છે. આ સિક્કાને જમા કરવાની સાથે સાથે ગ્રાહકોને સિક્કાની એક્સચેંજ પણ કરવામાં આવે તેમ કહેવામાં આવ્યું છે.

(7:40 pm IST)