Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

હવે ૪ રાજ્યોમાં સરકાર બનાવવા વિપક્ષની માંગ

કર્ણાટક ઘટનાક્રમની અસર થઈ

નવી દિલ્હી,તા.૧૮: કર્ણાટકમાં સરકાર બનાવવાને લઈને ચાલી રહેલા નાટકીય ઘટનાક્રમના દોર વચ્ચે કોંગ્રેસે હવે ગોવા, મણીપુર અને મેઘાલયમાં રાજ્યપાલને મળીને આંકડાઓના આધાર ઉપર સૌથી મોટી પાર્ટી હોવાના લીધે સરકાર માટે આમંત્રણ આપવાની માંગ કરી છે. બીજી બાજુ બિહારમાં આરજેડીના નેતા દ્વારા પણ આ પ્રકારની માંગણી કરવામાં આવી છે. રાજ્યમાં ૮૦ સીટની સાથે સૌથી મોટી પાર્ટી હોવાનો દાવો આરજેડી દ્વારા કરવામાં આવ્યો છે. કોંગ્રેસે માંગ કરી છે કે કર્ણાટકની જેમ જ એવા તમામ રાજ્યોમાં સૌથી મોટા પક્ષને સરકાર બનાવવાની તક આપવા માંગ કરવામાં આવી છે.

(11:18 pm IST)