Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

વાજપેયી ૧૯૫૧થી સક્રિય

વાજપેયી ૧૯૬૮-૭૩માં જનસંઘના પ્રમુખ બન્યા

         નવીદિલ્હી, તા. ૧૬ : કાલ કે કપાલ પર લિખતા મિટાતા હું દ્વારા તમામને પ્રેરિત કરનાર અટલ અવાજ આજે હંમેશ માટે ખામોશ થઇ જતાં દેશભરમાં આઘાતનું મોજુ ફરી વળ્યું હતું. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું આજે બપોર બાદ એમ્સમાં સારવાર દરમિયાન અવસાન થયું હતું. તેઓ ૯૩ વર્ષના હતા. વાજપેયીને યુરિન ઇન્ફેક્શન અને કિડની સંબંધિત તકલીફના કારણે ૧૧મી જૂનના દિવસે એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડાયાબિટીસની તકલીફ પણ તેમને હતી. વાજપેયી છેલ્લા ઘણા સમયથી એક જ કિડની પર ચાલી રહ્યા હતા. વાજપેયીએ જુદા જુદા હોદ્દાઓ ઉપર સેવા આપી હતી. વાજયેપી કયા કયા હોદ્દા પર રહ્યા તે નીચે મુજબ છે.

*    ૧૯૫૧માં ભારતીય જનસંઘના સ્થાપક સભ્ય

*    ૧૯૫૭માં બીજી લોકસભા માટે પ્રથમ વખત ચૂંટાયા

*    ૧૯૫૭-૭૭માં ભારતીય જનસંઘ સંસદીય પાર્ટીના નેતા બન્યા

*    ૧૯૬૨માં રાજ્યસભાના સભ્ય બન્યા હતા

*    ૧૯૬૬-૬૭માં સરકારી ઇન્સ્યોરન્સ અંગેની સમિતિમાં ચેરમેન બન્યા હતા

*    ૧૯૬૭માં ચોથી લોકસભા માટે બીજી અવધિ માટે ફરી ચૂંટાયા

*    ૧૯૬૭-૭૦માં પબ્લિક એકાઉન્ટ કમિટિના ચેરમેન બન્યા હતા

*    ૧૯૬૭-૭૩માં ભારતીય જનસંઘના પ્રમુખ તરીકે રહ્યા હતા

*    ૧૯૭૧માં પાંચમી લોકસભા માટે ત્રીજી અવધિ માટે ચૂંટાયા હતા

*    ૧૯૭૭માં છઠ્ઠી લોકસભામાં ચોથી અવધિ માટે ચૂંટાયા હતા

*    ૧૯૭૭-૭૯માં વિદેશ મંત્રી તરીકે સેવા આપી હતી

*    ૧૯૭૭-૮૦માં જનતા પાર્ટીના સ્થાપક સભ્ય તરીકે રહ્યા

*    ૧૯૮૦માં સાતમી લોકસભામાં પાંચમી વખત લોકસભા માટે ચૂંટાયા

*    ૧૯૮૦-૮૬માં ભાજપના પ્રમુખ બન્યા

*    ૧૯૮૦-૮૪, ૮૬ અને ૧૯૯૩-૯૬માં ભાજપના સંસદીય પાર્ટીના નેતા રહ્યા

*    ૧૯૮૬માં રાજ્યસભાના સભ્ય રહ્યા

*    ૧૯૮૮-૯૦માં હાઉસ કમિટિના સભ્ય રહ્યા

*    ૧૯૯૧માં ૧૦મી લોકસભામાં છઠ્ઠી વખત ચૂંટાયા

*    ૧૯૯૧-૯૩માં પબ્લિક એકાઉન્ટ કમિટિના ચેરમેન રહ્યા

*    ૧૯૯૩-૯૬માં લોકસભામાં વિપક્ષના નેતા રહ્યા

*    ૧૯૯૬માં ૧૧મી લોકસભામાં સાતમી વખત ચૂંટાયા હતા

*    ૧૬મી મે ૧૯૯૬-૩૧મી મે ૧૯૯૬માં ભારતના વડાપ્રધાન રહ્યા

*    ૧૯૯૬-૯૭માં લોકસભામાં વિપક્ષના નેતા તરીકે રહ્યા

*    ૧૯૯૭-૯૮માં વિદેશી બાબતો અંગેની સમિતિમાં ચેરમેન રહ્યા

*    ૧૯૯૮માં ૧૨મી લોકસભામાં આઠમી વખત ચૂંટાયા

*    ૧૯૯૮-૯૯માં વડાપ્રધાન રહ્યા અને ઘણા ખાતા પોતાની પાસે રાખ્યા

*    ૧૯૯૯માં ૧૩મી લોકસભામાં નવમી વખત ચૂંટાયા

*    ૧૩મી ઓક્ટોબર ૧૯૯૯થી ૧૩મી મે ૨૦૦૪ દરમિયાન વડાપ્રધાન રહ્યા

*    ૨૦૦૪માં ૧૪મી લોકસભામાં ૧૦મી વખત ચૂંટાયા

(7:41 pm IST)