Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

રેલવે તંત્ર દ્વારા ભારત દર્શન સ્‍પેશિયલ ટુરિસ્ટ ટ્રેનમાં મથુરાથી વૈષ્‍ણોદેવીના દર્શન કરવા માટે રૂપિયા ૮પ૦૦નું પેકેજ જાહેરઃ ૮ રાત અને ૯ દિવસમાં ૪ યાત્રાધામનું પરિભ્રમણ કરી શકાશે

નવી દિલ્હીઃ ભારત દર્શન સ્પેશિયલ ટુરિસ્ટ ટ્રેનસૌથી સુવિધાજનક અને ભારતના મુખ્ય પ્રવાસન સ્થળોને આવરી લેતી ટ્રેન છે. ટ્રેન યાત્રાળુઓને વિવિધ ધાર્મિક સ્થળોએ લઈ જાય છે. ટ્રેનની મુસાફરી સસ્તી હોવાની સાથે સુવિધાજનક પણ છે. વખતે IRCTC દ્વારા એક નવું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં શ્રદ્ધાળુઓ મથુરાથી વૈષ્ણોદેવીના દર્શન કરી શકશે.

જો તમે ધાર્મિક યાત્રાએ જવાનો પ્લાન બનાવતા હોવ તો ભારત દર્શન સ્પેશિયલ ટુરિસ્ટ ટ્રેનતમારા કામની છે. વખતે ટ્રેન મથુરા, હરિદ્વાર, અમૃતસર અને વૈષ્ણોદેવીની જાત્રાએ લઈ જશે. ટ્રેન રાજકોટ જંક્શનથી ઉપડશે. રાજકોટ સિવાય સુરેન્દ્રનગર, વિરમગામ, સાબરમતી, આણંદ, વડોદરા, ગોધરા અને રતલામથી પણ ટ્રેનમાં ચડી શકાશે.

દિવાળી બાદ એટલે કે 13 નવેમ્બર 2018ના રોજ ટ્રેન રાજકોટ જંક્શનથી ઉપડશે. તમારી યાત્રા 13 નવેમ્બર 2018થી 21 નવેમ્બર 2018 સુધીની રહેશે. IRCTCના સ્ટાન્ડર્ડ પેકેજની GST સાથેની કિંમત 8,505 રૂપિયા છે જ્યારે કમ્ફર્ટ પેકેજની કિંમત 10,395 રૂપિયા છે. એટલે કે જો તમે સ્ટાન્ડર્ડ પેકેજ બુક કરાવો છો તો 8,505 રૂપિયામાં મથુરા, હરિદ્વાર, અમૃતસર અને વૈષ્ણોદેવીના દર્શન કરી શકો છો. 8 રાત અને 9 દિવસમાં તમે 4 યાત્રાધામ ફરી શકો છો.

રાત્રિ રોકાણ કરવાનું હોય ત્યાં રહેવાનું સ્થળ અને સવારે ફ્રેશ થવા માટે વ્યવસ્થા હશે.
શુદ્ધ શાકાહારી ભોજન મળશે.
યાત્રાધામના સ્થળે અન્ય જોવાલાયક સ્થળોએ જવા માટે ટુરિસ્ટ બસની વ્યવસ્થા
જે-તે સ્થળની માહિતી આપવા માટે સાથે ગાઈડ હશે.
ટ્રેનમાં ડોક્ટર પણ હશે.

(6:18 pm IST)