Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

કેરળમાં પૂરથી ૧,૮૦,૦૦૦ ખેડુતોને ૬૮૦ કરોડનું નુકશાન

ભારે વરસાદથી એલચી, રબર, કોફી જેવા અનેક પાકોનું થયું ધોવાણ

કોચ્‍ચિ, તા.૧૬: મધ્‍ય અને પヘમિ ભારતના સુખા ખેતરોને પાણી મળી ગયું છે. સુખા જળાશયો પણ છલકાય ગયા છે. પરંતુ સતત વરસાદના કારણે દક્ષિણમાં ખેતર ડુબી ગયા છે. આવતા બે સપ્તાહોમાં તે બીજા વિસ્‍તારમાં પણ નુકશાન કરી શકે છે. મુશુળધાર વરસાદનાં કારણે કેરળમાં જળાશયોના પુલ તૂટી ગયા છે. અને ડેમની દરવાજા ખોલી નાખવામા આવ્‍યો છે. પુરથી જાન-માલનું ભારે નુકશાન થયું છે.

અઢી મહીના વાદળો અને વરસાદની સંતાકુકડી બાદ વરસાદમાં આવેલી તેજીએ દેશના અનેક વિસ્‍તારોમાં ખેડુતોના ચહેરા પર ખુશી લાવી દીધી વરસાદના કારણે ખાસ કરીને મધ્‍યભારતના સોયાબીન ખેડુતોનો ઉત્‍સાહ વધારી દીધો છે. પરંતું કેરળમાં તેની સાથે મોટી મુસીબતોનો સામનો કરવા પડયો છે. ભારે વરસાદથી ત્‍યા પુર આવી જતા તેનાથી એલચીનો અડધો પાક નાશ પામ્‍યો છે જયારે રબ્‍બર, કોફી, અને અન્‍ય બીજા મસાલાની ખેતીને નુકશાન થયું છે. પુરથી કેરળમાં અંદાજે ૪૭ લોકોના મુત્‍ય  અને હજારો લોકોના બેધર થવાના અહેવાલો છે રાજય સરકારે કહ્યું છે કે પુરના ખતરાને જોઇને કોચ્‍ચિ એરપોર્ટ શનિવાર સુધી બંધ રહેશે. કેરળમાં ૨૮ હજાર હેકટર ખેતીની જમીન પુરના  પાણીમાં ડુબી છે. જેનાથી ૧,૮૦,૦૦૦ ખેડુતોને ૬૮૦ કરોડ રૂપિયાનું નુકશાન થયું છે. આ જાણકારી કેરળના એગ્રીકલ્‍ચર એક્રેટરી ડીકે સિંહે જાણકારી આપી છે.(૨૨.૭)

(12:08 pm IST)