Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

તિરંગો ઉપર જવાને બદલે નીચે સરકી ગયો

સેકન્‍ડ ટાઇમ લકી :ગઇકાલે ઇન્‍ડિપેન્‍ડન્‍સ ડેના અવસરે દિલ્‍હીમાં બીજેપીના હેડ કવાર્ટરમાં પાર્ટી ચીફ અમિત શાહે ધ્‍વજવંદન કર્યુ હતું. જો કે શરૂઆતમાં તિરંગો નીચે સરકી આવતાં મૂંઝવણભરી સ્‍થિતિ પેદા થઇ હતી. પછી અમિત શાહે સરખી રીતે ધ્‍વજારોહણ કર્યુ હતું. (પ-ર૦)

નવી દિલ્‍હી તા. ૧૬ :.. બીજેપીના હેડ કવાર્ટરમાં ગઇકાલે પાર્ટી ચીફ અમિત શાહ તિરંગો ફરકાવી રહ્યા હતા એ સમયે અચાનક જ એ નીચેની તરફ સરકી ગયો હતો. આ ઘટના બાદ કોંગ્રેસે બીજેપીની ટીકા કરી હતી. કોંગ્રેસે બીજેપીને પ્રશ્ન કર્યો હતો કે જે પાર્ટી રાષ્‍ટ્રીય ધ્‍વજ સંભાળી નથી શકતી એ સંપૂર્ણ રાષ્‍ટ્રને કઇ રીતે સંભાળશે? કોંગ્રેસે એના ઓફિશ્‍યલ ટવિટર પર આ વિડીયો પોસ્‍ટ કર્યો છે જેમાં બીજેપી ચીફ અમિત શાહ તિરંગો ફરકાવી રહ્યા હતા ત્‍યારે એ અચાનક નીચે સરકી ગયો હતો. જો કે અમિત શાહે તરત જ દોરી પકડીને તિરંગાને ઉપર ખેંચી લીધો હતો. (પ-ર૦)

 

(11:50 am IST)