Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

લાલ કિલ્લા પરથી મોદીએ કરી ૩ મોટી જાહેરાત

પહેલી જાહેરાત : ૨૦૨૨ સુધી અંતરિક્ષમાં હિંદુસ્‍તાની

નવી દિલ્‍હી તા. ૧૬ :  પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીએ બુધવારે ૭૨માં સ્‍વતંત્રતા દિવસ પર લાલા કિલ્લાથી દેશને સંબોધિત કરતા પાંચ વર્ષ પૂરા કરી રહેલી પોતાની સરકારનું રિપોર્ટ કાર્ડ રજૂ કર્યું, આ સાથે ૩ મોટી જાહેરાત કરી છે. આ જાહેરાત હેલ્‍થ, અંતરિક્ષ અને મહિલાઓ સાથે જોડાયેલી છે. જેમાં સૌથી મોટી જાહેરાત હેલ્‍થ કેર સ્‍કીમ શ્નઆયુષ્‍યમાન ભારત', અંતરિક્ષ માટે ભારતની ભવિષ્‍યની યોજના અને સેનામાં મહિલાઓની એન્‍ટ્રી પર વાત કરવામાં આવી છે.

પ્રધાનમંત્રીએ જણાવ્‍યું કે ૨૦૨૨ સુધી કોઈ ભારતીય અંતરિક્ષમાં પહોંચશે. જેનાથી ભારત અંતરિક્ષમાં માનવીને મોકલનારો ચોથો દેશ બની જશે. લાલ કિલ્લાથી પીએમ મોદીએ કહ્યું કે, ‘હું આજે દેશવાસીઓને એક ખુશખબર આપી રહ્યો છું. ૨૦૨૨માં જયારે દેશની આઝાદીના ૭૫ વર્ષ પૂરા થશે ત્‍યારે અથવા તે પહેલા મા ભારતીનું કોઈ સંતાન, દીકરો કે દીકરી અંતરિક્ષમાં પહોંચશે. તેના હાથમાં તિરંગો હશે. તેની સાથે જ ભારત માનવીને અંતરીક્ષમાં પહોંચાડનારો વિશ્વનો ચોથો દેશ બની જશે.'

આયુષ્‍યમાન ભારત યોજના દેશભરમાં ૨૫ સપ્‍ટેમ્‍બરથી શરૂ કરવામાં આવશે. લાલ કિલ્લાથી બોલતા પીએમ મોદીએ કહ્યું કે, પંડિત દીન દયાલની જયંતી પર ‘પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજના' શરૂ કરવામાં આવશે. જેનાથી નિર્ધનોને સારી અને સસ્‍તી હેલ્‍થકેર સુવિધા મળશે. પીએમએ જણાવ્‍યું કે તેની ટેસ્‍ટિંગ શરૂ થઈ ચૂકી છે. આ યોજનાનો લાભ મેળવનારા ગરીબ દર્દીઓનો ઈન્‍શ્‍યોરન્‍સ કરવામાં આવશે અને તેમને કેશલેસ સારવાર આપવામાં આવશે.

પીએમએ સ્‍વતંત્રતા દિવસ પર મહિલાઓને ગિફટ આપી છે. તેમણે સેનામાં મહિલા અધિકારીઓને સ્‍થાયી કમિશન આપવાની જાહેરાત કરી છે. પીએમએ જણાવ્‍યું કે હવે ભારતીય સશષા સેનામાં શોર્ટ સર્વિસ કમિશનના માધ્‍યમથી નિયુક્‍ત મહિલા અધિકારીઓને પુરૂષ સમકક્ષ અધિકારીઓની જેમ જ પરીક્ષા આપીને સ્‍થાઈ રોજગાર મળી શકશે. તેમણે કહ્યું કે ‘મહિલાઓ સ્‍કૂલથી લઈને સેના સુધી ખભાથી ખભો મેળવીને આગળ વધી રહી છે. સુપ્રીમ કોર્ટે પહેલી વખત ત્રણ મહિલા ન્‍યાયાધીશ છે.'

 

(10:34 am IST)