Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

ફ્રીમાં નહીં મળે વીજળીઃ વપરાશ પહેલા ચુકવવા પડશે રૂપિયા

મોદી સરકારે આમ આદમીને આપ્યો વધુ એક ઝાટકો

નવી દિલ્હી, તા. ૧૬ : કેન્દ્રીય ઉર્જા મંત્રી આર કે સિંહે સોમવારે જણાવ્યું કે ભારત એક નવી વ્યવસ્થા તરફ આગળ વધી રહ્યું છે, જયાં વીજળી ઉપભોગતાઓએ પહેલાં ચુકવણી કરવી પડશે અને તે પછી જ તેમને વીજળી મળશે. ઉર્જા મંત્રીએ તે પણ સ્પષ્ટતા કરી કે રાજય સમાજના કેટલાંક વર્ગોને નિશુલ્ક વીજળી આપી શકે છે પરંતુ તેના માટે પોતાના બજેટમાંથી ચુકવણી કરવી પડશે.

સિંહે જણાવ્યું કે, અમે પણ આ જ કરવા જઇ રહ્યાં છીએ. અમે ચુકવણી અને પુરવઠા વચ્ચે એક સંપર્ક બનાવી રહ્યાં છીએ. તમારે પહેલાં ચુકવણી કરવાની રહેશે અને પછી તમને વીજળી મળશે. નિશુલ્ક વીજળી જેવી કોઇ વસ્તુ નથી. તમે રોકાણ વિના વીજળીનું ઉત્પાદન ન કરી શકો. તેઓ ૨૦માં વાર્ષિક પીટીસી ભારત દિવસના અવસરે આયોજિત કાર્યક્રમનું સંબોધન કરી રહ્યાં હતાં.

તેમણે જણાવ્યું કે વીજળી બનાવવામાં ખર્ચ થયા છે અને કોઇએ તેના માટે ચુકવણી કરવી પડે છે.

 જો તમે નિશુલ્ક વીજળી આપવા માગતા હોય તો આપો પરંતુ તમારે (રાજયોએ) તેના માટે તમારા બજેટમાંથી ચુકવણી કરવી પડશે. અમે પણ આ જ કરવા જઇ રહ્યાં છીએ.

(3:26 pm IST)