Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

૧૬ વર્ષ પછી લગ્ન રજિસ્ટર કરાવવા ગયેલા યુગલને સ્ટાફે કહ્યું, જાઓ ફરી લગ્ન કરી આવો

કોચી તા. ૧૬: કેરળના કોઝિકોડમાં મેરેજ રજિસ્ટ્રેશન ઓફિસમાં મધુસૂદન નામના ભાઇ પોતાના લગ્નનું રજિસ્ટ્રેશન કરાવવા ગયા. જોકે ત્યાંના ચાર કર્મચારીઓને એ વખતે મજાક કરવાનું મન થયું. મધુસૂદને ૧૪ વર્ષ પહેલાં લગ્ન કર્યા હતાં અને તે છેક હવે એનું રજિસ્ટ્રેશન કરાવવા આવ્યો હતો. એ વાતને મજાક બનાવીને કર્મચારીઓએ કહ્યું કે, 'હવે મેરેજ સર્ટિફિકેટ મેળવવું હોય તો ફરી એક વાર લગ્ન કરી લો' આ ઘટના વિશે મધુસૂદને પોતાના ફેસબુક અકાઉન્ટ પર એક પોસ્ટ મૂકી જે જબરી વાઇરલ થઇ. મધુસૂદને ર૦૦૩ની ર૭ ફેબ્રુઆરીએ લગ્ન કર્યા હતા. તેમણે હમણાં ૧૯ જૂને મેરેજ સર્ટિફિકેટની જરૂર હતી એટલે આવેદન કર્યું હતું. જોકે કર્મચારીઓએ આ વાતની મજાક ઉડાવી હતી. એ સાંભળીને રાજયના પંજીકરણ મંત્રી જી. સુધારકરનને બહુ ગુસ્સો આવ્યો. તેમણે આવો જવાબ આપનારા ચારેય સરકારી કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા.

(1:25 pm IST)