Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

બપોરે ૧૨-૪૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે પવનના સૂસવાટા ઓખામાં ફેરી બોટ બંધ: સૌરાષ્ટ્રમાં ધૂપ છાંવનો માહોલ યથાવત : મેઘરાજાની કાગડોળે રાહ જોતા લોકો : 18મી તેલંગાણામાં ચોમાસું ફરી સક્રિય બનશે : બિહાર ઉત્તર પૂર્વ ભારત આસામ મેઘાલય મિઝોરમ ને પૂરથી કોઇ રાહત મળી નથી: મહારાષ્ટ્રના બે જિલ્લાઓમાં એલર્ટ મોટાભાગની નદીઓ ભયજનક સપાટીથી ઉપર વહે છે : પાકિસ્તાન કબજા ગ્રસ્ત કાશ્મીરમાં વાદળો ફાટતાં નીલમ ઘાટીમાં પૂરમાં 22 ના મોત અનેક ગુમ થયા, દોઢસો ઘર અને બે મસ્જિદો તબાહ થઈ ગઈ : પાકિસ્તાનના આસમાનમાંથી હવે ભારતીય વિમાનો ઊડી શકશે, પાકિસ્તાને પોતાની એરસ્પેસ તમામ વિમાનો માટે ખુલ્લી મુકી દીધી, પાકિસ્તાને એરસ્પેસ બંધ કરી પોતાના પગ ઉપર જ કુહાડો માર્યો હતો : માનહાનિ કેસમાં કેજરીવાલ અને મનીષ સિસોદિયા ને જામીન : 56 કંપનીઓ દેવાળું ફૂંકવાની તૈયારીમાં

(12:42 pm IST)