Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

ઈન્કમટેક્ષના જૂના કેસોના નિકાલ માટે વન ટાઈમ એમ્નેસ્ટી સ્કીમ લાવવા વિચારણાઃ પડતર કેસોમાં સંડોવાયેલા છે રૂ. ૮ લાખ કરોડ

જો આ યોજના લવાઈ તો ટેક્ષ લીટીગેશન વોલ્યુમ ઘટશે

નવી દિલ્હી, તા. ૧૬ :. આવકવેરા વિભાગના લગભગ ૮ લાખ કરોડ રૂપિયાના પડતર કેસોના નિકાલ માટે સરકારી ટાસ્ક ફોર્સ એક માફી યોજનાની ભલામણ સરકારને કરી શકે છે એવુ આ બાબત સંકળાયેલ એક વ્યકિતએ નામ ન આપવાની શરતે જણાવ્યુ હતું.

નિષ્ણાતોના કહેવા અનુસાર જો આવી કોઈ સ્કીમ આવશે તો તેનાથી ઘણા બધા આવકવેરાના પડતર કેસોનો નિકાલ થશે અને કરદાતાઓને રાહત રૂપ બનશે જો કે તેમણે એમ પણ કહ્યું હતું કે આવી યોજનાની સફળતાનો આધાર તો તેમા કેવી શરતો રાખવામાં આવી છે તેના પર રહેશે. તેમણે ઉમેરતા કહ્યું હતું કે આના લીધે કંપનીઓ માટે ભારતમાં ધંધો કરવો સરળ બનશે.

સીરીલ અમરચંદ મંગળદાસમાં ઈન્ટરનેશનલ ટેક્ષેશનના હેડ દક્ષા બક્ષીએ કહ્યું હતું કે ટ્રાન્સફર પ્રાઈસીંગ અને ક્રોસ બોર્ડર ટેક્ષના પ્રોબ્લેમના કારણે કંપનીઓ માટે ભારતમાં ધંધો કરવો મુશ્કેલ બને છે. લાંબા સમયથી ચાલતા આવા કેસોના નિરાકરણ માટે જો આવી કોઈ સ્કીમ લાવવામાં આવે તો તે ઘણી આવકાર્ય બનશે. તેણીએ ઉમેરતા કહ્યુ હતુ કે પણ જ્યાં સુધી તેની વિગતો બહાર ન પડે ત્યાં સુધી આવા લાંબાગાળાના કેસ જેમાં ઘણા તો ૧૨ વર્ષથી પણ જૂના છે તેના નિરાકરણમાં તે કેટલી અસરકારક થશે તે કહેવું અઘરૂ છે.(૨-૩)

(11:44 am IST)