Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

એલોપેથી જેટલી જ અસરકારક છે હર્બલ દવા

એમ્સનાં અભ્યાસનું તારણઃ હર્બલ દવાએ એલોપેથિકની જેમ જ ઘા રૂઝાવી દીધા

નવી દિલ્હી તા. ૧૬ :. એલોપથી ની જેમ હર્બલ દવા પણ જખમ મટાડવામાં સફળ છે. એમ્સના અભ્યાસમાં આવું તારણ આવ્યું છે. ડોકટરનું કહેવું છે કે જેટલો ફાયદો એલોપથી થાય છે તેટલો જ ફાયદો હર્બલ દવાથી પણ જોવા મળ્યો. પહેલી વાર આ રીતે હર્બલ દવાનો ઉપયોગ દાઝવાના કારણે થયેલા જખમો મટાડવા માટે કરવામાં આવ્યો હતો. આ ટ્રાયલની આગેવાની લેનાર એમ્સના બર્ન વિભાગના એચઓડી ડોકટર મનીષ સિંધલે કહયું કે કુદરતી પોડકટસ માટે ભલે આપણા વિચાર પોઝીટીવ હોય પણ સાબિતિઓ ન હોવાના કારણે મોટાભાગે ડોકટરો તેનો ઉપયોગ કરવાનું ટાળે છે.ડોકટર મનીષે કહયું કે આયુષ મંત્રાલયે આ ખાસ પ્રકારની હર્બલ દવા પર અભ્યાસ કરવા માટે કહયું હતું. તેમણે કહયું કે આ દવા આદિવાસી વિસ્તારમાં લોકો વાપરે છે પણ મેડીકલી તેનો ઉપયોગ ન હોતો થતો કેમ કે તેની કોઇ વૈજ્ઞાનિક સાબિતીઓ હતી નહીં. આયુષ મંત્રાલયે ટ્રાયલ માટે આ દવા ઉપલબ્ધ કરાવી હતી.

ડોકટર સિંધલે કહયું કે પહેલી વાર આ દવાનો ઉપયોગ થઇ રહ્યો હતો એટલે સુપર ફીશ્યલ બર્નથી પિડાતા દરદીઓ પર જ તેનો ઉપયોગ કરાયો હતો. બહુ ઉંડા જખમો વાળા દરદીઓ પર અમે તેનો ઉપયોગ ન હોતો કરવા મગતા અમે ૬૦ દરદીઓ પસંદ કર્યા હતા અને તેને ૩૦-૩૦ ના બે ગ્રુપમાં અલગ કર્યા હતાં. એક ગ્રુપમાં નોર્મલ એલોપેથિક દવાઓ અને બીજા ગ્રુપમાં આ હર્બલ દવા આપવામાં આવી હતી. ટ્રાયલમાં જોવા મળ્યું કે જખમ મટાડવામાં જેટલી સફળ એલોપેથિક દવાઓ થઇ એટલી જ અસર હર્બલ દવાની પણ થઇ. કેટલાક દરદીઓમાં તો એલોપેથિકથી પણ વધારે અસર જોવા મળી. આ એક મહત્વપૂર્ણવાત છે કેમ કે હવે અમે તેનો ઉપયોગ નિષ્ફીકર રીતે કરી શકશું.

(11:43 am IST)