Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

સરકારનો નવતર પ્રયોગ

પ્રાઇવેટ કંપનીઓ પાસેથી તૈયાર ટ્રેન ખરીદીને ચલાવવા વિચારે છે રેલ્વે

નવી દિલ્હી, તા.૧૬: ભારતીય રેલવે હવે ટ્રેનોને પોતાના પ્રોડકટ યૂનિટમાં બનાવવાની જગ્યાએ પ્રાઈવેટ કંપનીઓ પાસેથી રેડીમેડ ટ્રેન ખરીદવા પર વિચાર કરી રહી છે. આ મુદ્દે ચર્ચા માટે કેન્દ્રીય રેલવે પ્રધાન પીયૂષ ગોયલ, કેન્દ્રીય રાજયપ્રધાન સુરેશ અગાડી અને ટ્રેન મેન્યૂફેકચરિંગ અને કોચ ફેકટરી સાથે જોડાયેલા અધિકારીઓની તાજેતરમાં દિલ્હીમાં એક મહત્વપૂર્ણ બેઠક થઈ. પ્રાપ્ત વિગતો અનુસાર રેલવે ઈએમયૂ અને મેમૂ ટ્રેન રેક મંગાવવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે.

આપને જણાવી દઈએ કે ભારતમાં રેલવેના ત્રણ જેટલા પ્રોડકશન યૂનિટ છે. આ યૂનિટ ઈન્ટીગ્રલ કોચ ફેકટરી ચેન્નઈ, મોડર્ન કોચ ફેકટરી રાયબરેલી અને રેલ કોચ ફેકટરી કપૂરથલા છે. જણાવવામાં આવી રહ્યું છે કે રેડીમેડ ટ્રેન ખરીદવાથી રેલવેને ઘણી નવી ટેકિનક મળી શકશે.

રેલવે આવનારા ત્રણ વર્ષમાં ૨૦૦૦ સુધીના રેક ખરીદવા પર વિચાર કરી રહી છે. આમાં ઈએમયૂ અને મેમૂ સીવાય ૩૨૦ વંદે ભારત એકસપ્રેસ ટ્રેન કોલકત્ત્।ા મેટ્રો ખરીદવામાં આવશે. રેક વગર એન્જીના ડબ્બાઓની શ્રૃંખલાને કહેવામાં આવે છે.

જો કે પ્રોડકશન યૂનિટ સાથે જોડાયેલા રેલવે કર્મચારીઓને ભવિષ્યમાં આ યોજનાથી પોતાની નોકરી પર સંકટ દેખાઈ રહ્યું છે. પરંતુ રેલ પ્રધાન પીયૂષ ગોયલનું કહેવું છે કે આખી ટ્રેન ખરીદવાની યોજના મેક ઈન ઈન્ડિયા પોલીસી અંતર્ગત બનાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રેલવે દ્વારા રેડીમેડ ટ્રેન ખરીદવાની યોજના નવી નથી. આ પહેલા ચેન્નઈ મેટ્રો રેલ લિમિટેડ દ્વારા પણ રેડિમેડ ટ્રેન ખરીદવામાં આવી હતી.(૨૩.૨)

 

(10:03 am IST)