Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

અર્થશાસ્ત્રી મોન્ટેકસિંહ આહુવાલિયા બોલ્યા ,,બોન્ડ વેચાણના નિર્ણયથી નુકસાન વધુ અને લાભ ઓછો

આ પહેલા રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને પણ બોન્ડનું વેચાણ નહીં કરવા સલાહ આપેલ

નવી દિલ્હી :જાણીતા અર્થશાસ્ત્રી અને યોજના આયોગના ઉપાધ્યક્ષ રહી ચુકેલા મોન્ટેક સિંહ આહલુવાલિયાએ મોદી સરકારને વિદેશી બોન્ડ-બજારનો ઉપયોગ કરી ફંડ એકત્ર કરવાની યોજનાને ટાળવાનું સૂચન કર્યુ છે

  . તેમનું કહેવું છે કે આ પહેલા પણ સરકારી બોન્ડને વિદેશી બજારોમાં વેચવા પર વિચાર કરવામાં આવ્યો હતો, પરંતુ બાદમાં તેને છોડી દેવામાં આવ્યો હતો. કેમકે તેમાં નુકસાન વધુ અને લાભ ઓછો છે. અર્થાત આ યોજનાથી ભારતીયોને નુકસાન થશે જ્યારે વિદેશી કારોબારીઓને વધુ લાભ થશે.

   અત્રે ઉલ્લેખનીય છે કે મોન્ટેકસિંહ આહલુવાલીયા પહેલા રીઝર્વ બેન્કનાં પૂર્વ ગવર્નર રઘુરામ રાજને પણ આ બાબતે પ્રકાશ પાડ્યો હતો. બોન્ડનું વેચાણ ન કરવાની સલાહ આપી હતી.

   મોદી સરકારના વિદેશી બજારમાંથી લોન લેવા બાબતની યોજના હેઠળ ઓછામાં ઓછા 70,000 કરોડ રૂપિયા સરકારી બોન્ડ વેચીને એકત્ર કરવા મુદ્દે આહલુવાલિયાએ આ સૂચન કર્યું છે. સરકાર અત્યાર સુધી ઘરેલુ બજારમાંથી જ ફંડ એકત્ર કરતી હતી.

(12:00 am IST)