Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

''ગો બેક'': અમેરિકાની સંસદમાં સૌપ્રથમવાર ચૂંટાઇ આવેલી વિદેશી મુળની ૪ કોંગ્રેસ વુમન માટે પ્રેસિડન્ટ ટ્રમ્પનો વાણી વિલાસ

વોશીંગ્ટનઃ બેફામ વાણી વિલાસ માટે મશહુર થઇ ચૂકેલા અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ તાજેતરમાં ફરી એકવાર વિવાદનો મધપૂડો છોડયો છે.

તેમણે રવિવારે ટિવટર ઉપર કોંગ્રેસમાં સૌપ્રથમવાર ચૂંટાઇ આવેલી ૪ વિદેશી મુળની મહિલાઓ વિષે વંશીય ટિપ્પણી કરી હતી તથા તેઓએ પોતાના વતનમાં પાછા જતા રહેવું જોઇએ ''ગૌ બેક'' તેવું કહ્યું હતું. તથા તેઓને પ્રોગ્રેસિવ ડેમોક્રેટ કોંગ્રેસ વુમન્સ કહી હતી. આ ૪ મહિલા સાંસદોમાં એલેકઝાન્ડ્રીયા ઓકાસિયો ઇલ્હાન ઉમર રશીદા તલૈબ તથા અયાના પ્રેસલેનો સમાવેશ થાય છે. ટ્રમ્પના આ નિવેદનને ઘણી જાતિના લોકો તથા પ્રવાસીઓ માટે ખતરાના રૂપમાં જોવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ તેઓ પૂર્વ પ્રેસિડન્ટ બરાક ઓબામા વિરૂધ્ધ પણ ટિપ્પણી કરી ચૂકયા છે.

(8:33 pm IST)