Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

અમેરિકામાં છેલ્લા ૧૨ વર્ષથી યોજાઇ રહેલી ''સાઉથ એશિઅન સ્પેલીંગ બી સ્પર્ધા'': ગયા મહિને પાંચ સ્ટેટમાં યોજાઇ ગયેલી સ્પર્ધામાં હીર ઝળકાવતા ઇન્ડિયન અમેરિકન સ્ટુડન્ટસ

યુ.એસ.: છેલ્લા ૧૨ વર્ષથી અમેરિકામાં યોજાતી સાઉથ એશિઅન સ્પેલીંગ બી સ્પધઆર્માં ભારતીય મૂળના વિદ્યાર્તીઓ દર વર્ષે હીર ઝળકાવી રહ્યા છે. ૧૪ વર્ષની ઉંમર સુધીના બાળકો માટે યોજીત આ સ્પર્ધા તાજેતરમાં કેલિફોર્નિયા, મેરીલેન્ડ, નોર્થ કેરોલિના, વોશીંગ્ટન ડીસી તથા ન્યુજર્સીમાં સ્ટેટ સ્પર્ધા તરીકે યોજાઇ ગઇ.

આ સ્પર્ધામાં સાન્તા કલારાની સ્ટુડન્ટ નિધિ વાડલામુડી રીજીઓનલ એમ્પીયન તરીકે તથા સન્નીવલ્લેના વયુન ક્રિશ્નએ ફર્સ્ટ રનર્સ અપ તરીકે સ્થાન પ્રાપ્ત કર્યુ હતુ.ં વોશીંગ્ટન ડીસીમાંથી આર્યન નિન્દ્રા શાર્લોટમાંથી માયા જાધવ, ડલાસમાંથી પ્રણવ નંદકુમાર, તથા ન્યુજર્સીમાંથી નવનીથી મુરલીએ રીજીયોનલ વિનર તરીકે સ્થાન મેળવ્યું હતું.

તમામ સ્ટેટ કક્ષાના પ્રથમ ૨ વિજેતાઓને વચ્ચે આગામી ૮ ઓગ.ના રોજ ન્યુજર્સી મુકામે  ચેમ્પીયનશીપ  સ્પર્ધા યોજાશે તથા વિજેતાને ૩ હજાર ડોલરનું ઇનામ અપાશે.

(8:33 pm IST)