Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના:પશુપાલકોને મળશે લોન : ગાય-ભેંસની ખરીદી કરે શકશે

ગાય-ભેંસ ઉપરાંત મત્સ્યપાલન, મરધા પાલન અને ઘેટા-બકરા પાલન માટે પણ લોન અપાશે

નવી દિલ્હી :દેશમાં ખેડૂતોની આવકમાં વધારો થાય તે માટે સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ શરૂ કરવમાં આવી છે. કિસાન ક્રેડિટ યોજનાની જેમ હવે સરકારે પશુપાલકો માટે પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ પશુપાલકોને લોન આપવામાં આવે છે, જેના દ્વારા તેઓ ગાય-ભેંસની ખરીદી કરે શકે છે.

આ યોજના દ્વારા પશુપાલનને વેગ મળશે અને દૂધ ઉત્પાદનમાં વધારો થશે. આ યોજનામાં ગાય-ભેંસ ઉપરાંત મત્સ્યપાલન, મરધા પાલન અને ઘેટા-બકરા પાલન માટે પણ લોન આપવામાં આવે છે.

કિસાન ક્રેડિટ કાર્ડથી તો લગભગ ખેડૂતો અવગત હશે પણ હવે સરકારે પશુપાલકો માટે પણ એક યોજના બહાર પાડી છે. જેમાં ગાય અને ભેંસ પર બેંકમાંથી લોન અને સહાય મળશે. આ માટે ખેડૂત હોય કે ન હોય પરંતુ જો તમે પશુપાલન કરતા હોય અને બેંક એકાઉન્ટ હોય તો પણ તમને પશુ કિસાન ક્રેડિટ કાર્ડ મળશે.

પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ પશુપાલક કે લોન લેનાર વ્યક્તિને 1.60 લાખ રૂપિયા સુધીની લોન ગેરન્ટી વગર મળશે. આ યોજનામાં 7 ટકાના વ્યાજ દર લોન આપવામાં આવશે. તેમાંથી 3 ટકા કેન્દ્ર સરકાર સબસીડી આપી રહી છે.

જો  પશુ કિસાન ક્રેડિટ કાર્ડ બનવવા ઈચ્છો છો તો સૌથી પહેલા તમારી બેન્કમાં KYC જમા કરવું પડશે. તેમાં આધાર કાર્ડ, પાન કાર્ડ, વોટર આઈડી કાર્ડ, પાસપોર્ટ સાઈઝ ફોટો જમા કરવાનો રહેશે. ત્યારબાદ તમારે બેન્કથી એક ફોર્મ લઈને ભરવુ પડશે. તમારા દ્વારા આપલી જાણકારીના વેરિફિકેશન થયાની બાદ તમારૂ પશુ કિસાન ક્રેડિટ કાર્ડ બની જશે.

(1:11 pm IST)