Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

મુુંબઈમાં ફરી ધોધમાર વરસાદ : અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા

ઉત્તર મહારાષ્ટ્રના કિનારપટ્ટીથી ઉત્તર કેરલા કિનારા સુધી હવાના દબાણનો પટ્ટો સર્જાયો

મુંબઈ : બે દિવસના વિરામ બાદ મુુંબઈમાં ફરી વરસાદનું જોર જોવા મળ્યું હતું. બપોર સુધી મુંબઈના મોટાભાગના વરસાદનું જોર રહ્યું હતું. આ દરમિયાન અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની ફરિયાદ આવી હતી.

 હવામાન ખાતાના જણાવ્યા મુજબ ઉત્તર મહારાષ્ટ્રના કિનારપટ્ટીથી ઉત્તર કેરલા કિનારા સુધી હવાના દબાણનો પટ્ટો સર્જાયો છે. તેને પગલે કોંકણ, ગોવા, કણર્ટિકા અને કેરલામાં આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની શકયતા છે.

 મુંબઈમાં છેલ્લા 24 કલાક દરમિયાન દક્ષિણ મુંબઈમાં 63 મિલીમીટર, પશ્ર્ચિમ ઉપ્નગરમં 2.66 મિ.મી. અને પૂર્વ ઉપ્નગરમાં 3.48 મિ.મી. જેટલો વરસાદ નોંધાયો હતો.

(11:00 am IST)