Gujarati News

Gujarati News

News of Tuesday, 16th June 2020

કોરોના વધુ ઘાતક બન્યો : ફેફસાં બાદ હવે મગજ પર પણ કરી શકે છે હુમલોઃ સંશોધનનું તારણ

વાયરસ મગજની કોશિકાઓને અનેક ઘણું તેજીથી સંક્રમિત કરી શકે છે.

બાલ્ટીમોરઃ કોરોના વાયરસ સંક્રમણનાં કેસ સમગ્ર વિશ્વમાં ઝડપથી વધી રહ્યાં છે, અત્યાર સુધી રિપોર્ટ્સ અનુસાર કોરોના વાયરસની અસર ફેફસાં, કિડની અને હ્રદય પર વધારે પડે છે પરંતુ એક નવા સંશોધન અનુસાર કોરોના વાયરસ મગજ પર પણ હુમલો કરી શકે છે. એટલું જ નહીં, આ વાયરસ મગજની કોશિકાઓને અનેક ઘણું તેજીથી સંક્રમિત કરી શકે છે.

સંશોધનકર્તાઓનું કહેવું એમ છે કે,એક વાર આ વાયરસ જો મગજનાં તંત્રિકા કોશિકાઓમાં (Neurons) પહોંચી ગયો તો માત્ર 3 દિવસોની અંદર તે પોતાની સંખ્યા 10 ગણી વધારી શકે છે. આ અભ્યાસ જૉન્સ હૉપકિન્સ યુનિવર્સિટી (Johns Hopkins University) ની ટીમે કર્યો છે.

ટીમનું કહેવું એમ છે કે આ સંશોધનનાં નિષ્કર્ષોથી વાયરસને તેજીથી વધવા અથવા તો પછી મગજને સંક્રમણથી બચાવનારા બ્લડ બ્રેન બૈરિયરમાં વાયરસને પહોંચાડતો રોકવામાં મદદ મળશે. જૉન્સ હૉપકિંસ બ્લૂમબર્ગ સ્કૂલ ઑફ પબ્લિક હેલ્થનાં પ્રોફેસર ડૉક્ટર થૉમસે એક ખાનગી વર્તમાન પત્રને જણાવ્યું કે, “એ જાણવું ખૂબ મહત્વપૂર્ણ છે કે અમારું સૌથી અનમોલ અંગ વાયરસથી સીધું જ પ્રભાવિત થઇ શકે છે.

 

સંશોધનકર્તાઓએ આ વાયરસને ‘મિની બ્રેન’ સાથે પણ જોડેલ છે. નાની-નાની કોશિકાઓથી બનેલું આ મિની બ્રેન એક એવું તંત્ર છે કે જે બિલકુલ મગજની સંરચનાની જેમ જ કામ કરે છે. સંશોધનમાં એ વાતની જાણકારી મળી છે કે વાયરસે ACE2 પ્રોટીનને આધારે મિની બ્રેનમાં ન્યુટ્રોનને સંક્રમિત કર્યું, કોરોના વાયરસ શરીરમાં અહીંથી પ્રવેશ કરે છે.

જો કે બાદમાં કોરોના વાયરસ મગજની કોશિકાઓની અંદર તેજીથી વધવા લાગે છે અને ત્રણ દિવસની અંદર જ તે દસ ગણો વધી જાય છે. સંશોધન કર્તાઓએ જો કે, એ સ્પષ્ટ નથી કર્યું કે, શું આ વાયરસ ખુદ ન્યુરોલૉજિકલ સમસ્યાઓનું કારણ બને છે અથવા તો પછી શરીરનાં અન્ય અંગો પર પણ તેનો પ્રભાવ પડ્યા બાદ આ સમસ્યા આવે છે. આ સંશોધનની હજી સમીક્ષા કરવામાં આવી રહી છે.

વૈજ્ઞાનિકોની સામે હજી એ વાતનો ખ્યાલ લગાવવા મામલે પડકાર છે કે માનવ મગજ પર કોરોના વાયરસનો કેવો અને કેટલો પ્રભાવ પડે છે. એપ્રિલમાં આવેલા વુહાનનાં સંશોધન અનુસાર 214માંથી એક તૃતીયાંશ દર્દીઓને ન્યુરોલૉજિરલ સમસ્યાઓ હતી. જેમાં સ્ટ્રોક, એન્યૂરિઝ્મ, ચક્કર આવવા અને બેભાન થઇ જવું વગેરે. આ લક્ષણો વધારે ગંભીર રૂપથી બીમાર લોકોમાં હતાં. સ્પેનનાં એક રિપોર્ટ અનુસાર, ત્યાંની બે હોસ્પિટલોમાં ભરતી કરેલા કોરોના વાયરસનાં અડધા દર્દીઓમાં બાદમાં ન્યુરોલૉજિકલ લક્ષણ આવી ગયાં.

(8:22 pm IST)