Gujarati News

Gujarati News

News of Sunday, 16th June 2019

વિજળી અને શૌચાલય યોજના બાદ હવે દરેક ગામમાં દરેક ઘર સુધી પાઈપલાઈનથી પાણી પહોંચાડવાની મહત્વકાંક્ષી યોજના ધરાવે છે.

લોકસભામાં કોંગ્રેસનું નેતૃત્વ કોણ કરશે તેને લઈને દુવિધા રાહુલ ગાંધીના જિદ્દી વલણથી કોંગ્રેસ મુશ્કેલીમાં : છેલ્લી લોકસભામાં ખડગે કોંગ્રેસનું નેતૃત્વ કરી રહ્યા હતા

નવીદિલ્હી,તા.૧૬ : સંસદનું બજેટ સત્ર આવતીકાલથી શરૂ થઈ રહ્યું છે. કોંગ્રેસ હજુ સુધી લોકસભામાં પોતાના નેતાની પસંદગી પણ કરી શકતી નથી. લોકસભા ચૂંટણીમાં માત્ર ૫૨ સીટો જીતનાર કોંગ્રેસ પાર્ટીને આ વખતે પણ ગૃહમાં નેતા વિપક્ષનો હોદ્દો મળી શક્યો નથી. સતત બીજી અવધીમાં કોંગ્રેસ પાર્ટી આ હોદ્દો મેળવવામાં નિષ્ફળ ગઈ છે. પહેલા એવી ચર્ચા હતી કે પાર્ટી અધ્યક્ષ હોદ્દો છોડી દેવાના મુદ્દા પર રાહુલ ગાંધી મક્કમ બનેલા છે. પરંતુ હવે તેવુ જાણવા મળી રહ્યુ છે કે, રાહુલ ગાંધીના હોદ્દા પર ચાલુ રહેવાના લઈને ભારે દુવિધાની સ્થિતિ રહેલી છે. આવી સ્થિતિમાં લોકસભામાં કોંગ્રેસ પાર્ટીનું નેતૃત્વ કોણ કરશે તેની લઈને ભારે શંકાની સ્થિતિ રહેલી છે. બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ લોકસભામાં પોતાના નાયબ નેતા અને રાજ્યસભામાં નેતાના સંદર્ભમાં નિર્ણય કરી લીધો છે. ભારતીય જનતા પાર્ટીએ પૂર્ણ સંસદીય કારોબારી સમિતિની ટીમની જાહેરાત પણ કરી દીધી છે. થોડા દિવસ પહેલા આની જાહેરાત કરવામાં આવી હતી. પાર્ટીએ રાજ્યસભામાં થાવરચંદ ગહેલોતને પૂર્વ નાણાંમંત્રી અરૂણ જેટલીની જગ્યાએ નેતા બનાવ્યા છે.

 

(7:32 pm IST)