Gujarati News

Gujarati News

News of Sunday, 16th June 2019

એનડીટીવીના પ્રણય અને રાધિકા રોય સામે સેબીની કાર્યવાહી

નવી દિલ્લીઃ સેબીએ પ્રણય રોય અને તેમના પત્ની રાધિકા રોય પર એનડીટીવીના ડાયરેકટર અથવા કોઇ પબંધકીય પદ (મેનેજરીઅલ પોઝીશન) લેવા પર પાબંદી લગાવી છે.  તેઓએ આઇસીઆઇસીઆઇ બેન્ક અને વિશ્વપ્રધાન કર્મશલ પ્રા.લિ. (વીસીપીએલ) સાથેના લોન એગ્રીમેન્ગટ સાથે સંકળાયેલી પ્રમુખ સૂચનાઓ જાહેર ન કરી હોઇ બે વર્ષ સુધી સિકયોરીટીઝ બજારથી દુર રહેવા તાકીદ કરાઇ છે. પ્રણય રોય અને રાધીકા રોય તથા એનડીટીવીના એક ઓર પ્રમોટર આરઆરપીઆર હોલ્ડિંગ્સના મ્યુચ્યુઅલ ફન્ડોમાંના તમામ રોકાણ પણ બે વર્ષ માટે સ્થગિત રહેશે. રોય દંપત્તિ ૧ વર્ષ સુધી કોઇપણ લીસ્ટેડ કંપનીમાં બોર્ડની પોઝીશન કે મેનેજરીયલ પોષ્ટ લઇ નહીં શકે. ડાયરેકટર પદ છોડવાનો અને મેનેજમેન્ટ પોઝિશન ન લેવાનો સેબીનો આદેશ ખોટા આકલન પર આધારિત અને બિલકુલ અસામાન્ય તથા વિકૃત હોય તેની વિરૃદ્ધ અમે કાનુની કારવાઇ કરીશુ એવું રોય દંપતિનુ નિવેદન અનેડીટીવીની વેબસાઇટ પર મુકાયું છે.

(1:11 pm IST)