Gujarati News

Gujarati News

News of Sunday, 16th June 2019

1લી જુલાઈથી પ્રારંભ થનાર અમરનાથ યાત્રાની તૈયારીઓનો ધમધમાટ

નવી દિલ્‍હી : અમરનાથ યાત્રાને ધ્યાનમાં રાખીને ભારતીય સુરક્ષાદળોએ યાત્રાળુઓને સુરક્ષા આપવા માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. પહેલી જુલાઈથી શરૂ થનારી અમરનાથ યાત્રામાં આતંકી હુમલાની ભીતિ હોવાથી સૈન્યદળોની સંખ્યામાં પણ વધારો કરાયો છે. અમરનાથ યાત્રા શરૂ થવાની હોવાથી ગૃહ મંત્રાલયે સુરક્ષા વ્યવસ્થાનો અહેવાલ મંગાવ્યો હતો અને તૈયારીની સમીક્ષા કરી હતી.

આ વખતે સુરક્ષા વધુ મજબૂત બનાવવા માટે ગૃહ મંત્રાલયે ૫૫ કરોડ રૂપિયાનું સુરક્ષા બજેટ વધારી આપ્યું છે. યાત્રાળુઓની સુરક્ષા માટે વિવિધ સ્તરે સુરક્ષા ગોઠવવામાં આવી છે. ૩૫૦ કરતા વધુ અર્ધલશ્કરી દળોની કંપનીઓ તૈનાત કરાશે. વિસ્ફોટક પદાર્થોને નિષ્ક્રિય કરી શકાય તે માટે તાલીમબદ્ધ વિશેષજ્ઞોને અમુક અંતરે તૈનાત રખાશે.

અમરનાથા યાત્રાના રૂટ ઉપર સીસીટીવી કેમેરા આ વર્ષે વધારાયા છે અને વળી ડ્રોનથી નજર રહે તે માટે રૂટ ઉપર ડ્રોનની સંખ્યા ય બમણી કરવામાં આવશે. ખાનગી વાહનો માટે આરએફ ટેગ ફરજિયાત કરાશે. તેની મદદથી દરેક ખાનગી વાહનોનું લોકેશન ટ્રેક કરાશે. નિષ્ણાતો ખાનગી વાહનો ઉપર મેપથી નજર રાખશે.

(11:40 am IST)