Gujarati News

Gujarati News

News of Sunday, 16th June 2019

બિહાર : તાવના કારણે મોત આંકડો વધીને ૮૪ થઇ ગયો

કેન્દ્રિય પ્રધાન હર્ષવર્ધન બિહાર પહોંચી ગયા : સતત થઇ રહેલા મોતના કારણોમાં ઉંડી ચકાસણી કરવા માટે કેન્દ્રિય ટુકડી પહોંચી : અસરગ્રસ્તો ઉપર બાજ નજર

મુજફ્ફરપુર,તા. ૧૬ : બિહારના મુજફ્ફરપુરમાં શંકાસ્પદ એક્યુટ ઇન્સેફ્લાઇટિસ સિન્ડ્રોમના કારણે મોતનો આંકડો વધીને ૮૪ ઉપર પહોંચી ગયો છે. મોતનો આંકડો હજુ પણ સતત વધી રહ્યો છે. આજે રવિવારના દિવસે બીજા ચાર બાળકોના મોત થયા હતા. હજુ પણ મોટી સંખ્યામાં બાળકોની હાલત ગંભીર બનેલી છે. આજે રવિવારના દિવસે વધુ ચાર બાળકોના મોત એ વખતે થયા હતા જ્યારે કેન્દ્રિય આરોગ્ય પ્રધાન ડોક્ટર હર્ષવર્ધન પણ તાવના કારણે ઉભી થયેલી જટિલ સ્થિતીની માહિતી મેળવી લેવા માચે બિહારમાં પહોંચી ગયા હતા. અસરગ્રસ્ત તમામ બાળકોને હાલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. તેમના પર તબીબોની બાજ નજર છે. મુજફ્ફરપુર પહોંચેલા હર્ષવર્ધને પરિસ્થિતીની સમીક્ષા કરી હતી. નિષ્ણાંત તબીબો સાથે વાતચીત કરી હતી. હર્ષવર્ધને શ્રીકૃષ્ણા મેડિકલ કોલેજ અને હોસ્પિટલની મુલાકાત લઇને તબીબો સાથે વાતચીત કરી હતી. દરમિયાન બિહાર સરકારના મંત્રી સુરેશ શર્માએ કહ્યુ છે કે રાજ્ય સરકાર પહેલાથીજ આ બિમારી પર કાબુ મેળવી લેવા પર કામ કરી રહી છે. બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર હજુ મુજફ્ફરપુર પહોંચી શક્યા નથી જેથી તેમની યાત્રા ન આવતા પ્રશ્ન થઇ રહ્યા છે. બીજી બાજુ પરિવારના સભ્યોનો આરોપ છે કે રાત્રી ગાળા દરમિયાન તબીબો રહેતા નથી.  આ વર્ષે જાન્યુઆરીથી કુલ ૧૭૯ શંકાસ્પદ એઆઇએસના મામલા સપાટી પર આવ્યા છે. આરોગ્ય નિષ્ણાંતોની સાત સભ્યોની ટીમ કેન્દ્રની બિહારમાં પહોંચી ગઇ છે.પોષણની કમીના કારણે  અસરગ્રસ્ત બાળકોના શરીરમાં શુગર લેવલનુ પ્રમાણ ઘટી ગયુ છે.મુજફ્ફરપુરના કૃષ્ણા મેડિકલ કોલેજના કેટલાક દર્દીઓ સારવાર હેઠળ છે. તમામની હાલત ગંભીર છે. તમામ દર્દીઓને તબીબોની બાજ નજર હેઠળ રાખવામાં આવ્યા છે. મેડિકલ કોલેજના પ્રભારી સુનિલ શાહીએ કહ્યુ છે કે જાન્યુઆરીથી લઇને બીજી જુન વચ્ચેના ગાળામાં ૧૨ દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બીજી જુનથી હજુ સુધી ૮૬ દર્દી હોસ્પિટલમાં  સારવાર હેઠળ ખસેડી દેવામાં આવ્યા છે.  કેટલાક બાળકોને હજુ પણ તેજ તાવની અસર છે. સ્થિતીની ગંભીરતાને ધ્યાનમાં લઇને સાત સભ્યોની કેન્દ્રિય ટીમ મુજફ્ફરપુર ખાતે પહોંચી ચુકી છે. કેન્દ્રિય દળો સ્થાનિક તબીબોની સાથે મળીને જુદા જુદા પાસામાં તપાસ કરવામાં વ્યસ્ત છે. દરમિયાન રાજ્ય સરકારે રાજ્યના ૧૨ જિલ્લામાં ૨૨૨ પ્રાઇમરી હેલ્થ સેન્ટરોને એલર્ટ કરી દીધા છે. સાથે સાથે અધિકારીઓને નિર્દેશ આપવામાં આવ્યા છે કે તેઓ દર્દીઓની સારવાર માટે કોઇ લાપરવાહી ન રાખે. કારણ કે બાળકોની તબિયત ખરાબ થઇ રહી છે.

અસરગ્રસ્ત બાળકોના સંબંધમાં માહિતી આપતા કહેવામાં આવ્યુ છે કે પહેલા આ બાળકોને તાવની અસર રહી હતી. ત્યારબાદ બાળકો બેભાન થઇ રહ્યા હતા. તીવ્ર ગરમીના કારણે બાળકોની હાલત ખરાબ થઇ હોવાના હેવાલ મળ્યા છે. બિહાર સરકાર તરફથી પણ એક ટીમ મુઝફ્ફરપુર પહોંચી ચુકી છે.

(7:40 pm IST)