Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

ભારતી સિંહના દાઢી-મૂંછના જોક્સ ઉપર શીખોનો વિરોધ

કોમેડિયન ભારતી જોક્ના કારમે વિવાદમાં ફસાઈ : ભારતીએ શીખ સમુદાયની હાથ જોડીને માફી પણ માંગી હતી પરંતુ આ મામલો અહીં અટકે તેમ લાગતું નથી

નવી દિલ્હી, તા.૧૬ : ભારતી સિંહના જોક્સ પર હસવું કોને ન આવે પરંતુ આ વખતે ભારતી એક જોક્સના કારણે વિવાદમાં ફસાઈ ગઈ છે. દાઢી મૂંછને લઈને કોમેડિયનની કોમેન્ટનો ખૂબ જ વિરોધ થઈ રહ્યો છે.  ભારતીએ પોતાના એક શોમાં દાઢી-મૂછો પર એક જોક કર્યો હતો જેના પર શીખ સમુદાયના લોકો વિરોધ કરી રહ્યા છે અને તેને ટ્રોલ કરી રહ્યા છે. હવે આ મામલે અમૃતસર શીખ સંગઠનો દ્વારા ભારતી સિંહની સામે પ્રદર્શન કરવામાં આવ્યું છે. મામલો વધી ગયા બાદ ભારતીએ શીખ સમુદાયની હાથ જોડીને માફી પણ માંગી હતી પરંતુ આ મામલો અહીં અટકે તેમ લાગતું નથી.

મળતી માહિતી પ્રમાણે દાઢી઼-મૂછો પર ભારતી સિંહની ટિપ્પણી પર એસજીપીસી ભારતી પર એફઆઈઆર નોંધાવશે. ભારતીની દાઢી઼-મૂછો પર ટિપ્પણી કરવા પર શીખ સંગઠન કોમેડિયનથી નારાજ નજર આવી રહ્યા છે. ભારતી સિંહ મોહની પાર્કમાં રહે છે મોહની પાર્કમાં ભારતી સિંહનું જૂનં  ઘર છે. ત્યાં જ એસજીપીસી દ્વારા સ્પષ્ટ કહી દેવામાં આવ્યું છે કે, તે ભારતી સિંહ પર એફઆઈઆર નોંધાવશે.

એસજીપીસીના પ્રવક્તાનું કહેવું છે કે, ભારતી સિંહની ટિપ્પણી પર શીખ સમુદાયના લોકો ખૂબ જ ગુસ્સામાં છે. આવી સ્થિતિમાં એસજીપીસી શીખોની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાના આરોપમાં કોમેડિયન ભારતી સિંહની સામે ગુનાહીત ફરિયાદ નોંધશે.

(7:59 pm IST)