Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

ઇમરાન હત્યાના ષડયંત્રનો વિડીયો આપે, સરકાર તેમને પીએમથી વધુ સુરક્ષા આપશેઃ મરિયમ નવાઝ

લાહૌર તા. ૧૬ :.. પાકિસ્તાનના સત્તાધારી પક્ષ પીએમએલ-એનના મહિલા નેતા મરિયમ નવાઝે જણાવેલ કે, જો પૂર્વ વડાપ્રધાન ઇમરાન પોતાની કથીત હત્યાના ષડયંત્રના પુરાવા આપે તો સરકાર તેમને પીએમ શરીફ કરતા પણ વધુ સુરક્ષા આપશે.

ઇમરાને જણાવેલ કે પાકિસ્તાન અને વિદેશથી તેની હત્યાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. ઉપરાંત પાકિસ્તાનના વડાપ્રધાન શરીફના ભત્રીજી મરિયમે ઇમરાન ખાનને તે વિડીયો જાહેર કરવા પણ જણાવ્યું છે, જેથી તેની સુરક્ષાને લઇને કોઇ નિર્ણય લઇ શકે. મરીયમે રેલી દરમિયાન જણાવેલ કે, જો ઇમરાન ખાન પોતાની હત્યાના કાવતારાનો વિડીયો આપે છે, તો પાકિસ્તાન સરકાર હાલના પીએમ કરતા વધુ સુરક્ષા આપશે.

મરિયમે જણાવેલ કે પૂર્વ વડાપ્રધાન ચર્ચામાં બની રહેવા માટે જૂઠાણાનો આસરો લઇ રહ્યા છે. હું ઇમરાનના જીવન માટે પ્રાર્થના કરીશ જેથી તેઓ વર્તમાન સરકાર દ્વારા કરાઇ રહેલ વિકાસ કાર્યોને જોઇ શકે.

(4:09 pm IST)