Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

કોંગ્રેસની ચિંતન શિબિરમાં ગાજ્‍યા મેઘ વરસ્‍યા નહીં

ત્રણ દિવસના મનોમંથનમાં અમૃત ન નીકળ્‍યુ

ઉદયપુર, તા.૧૬: ઉદયપુરમાં કોંગ્રેસના ચિંતન શિબિરમાં ગાજ્‍યા મેઘ વરસ્‍યા નહીં. ત્રણ દિવસ સુધી કોંગ્રેસના કહેવાતા દિગ્‍ગજ નેતાઓના મનોમંથન પછી પણ એવું કશું નક્કર થયું નથી કે જેના કારણે કોંગ્રેસના કાર્યકરોમાં ઉત્‍સાહ જાગે કે પછી કમ સે કમ રાજકીય વર્તુળોમાં પણ તેની ચર્ચા કરી શકાય. ત્રણ દિવસના મનોમંથન પછી પણ કોંગ્રેસ ઠેરની ઠેર છે.

ભાજપ સામે લડવા માટે નવી વ્‍યૂહરચના કે નેતાગીરીના મુદ્દે ઉભા થયેલા પ્રશ્રોનો જવાબ ત્રણ દિવસના મનોમંથન પછી પણ નથી મળ્‍યો.
કોંગ્રેસના અસંતુષ્ટ નેતાઓએ કોંગ્રેસ સંસદીય બોર્ડની રચનાની માંગ કરી હતી. આ માંગને પાર્ટીએ એક સૂચન તરીકે સ્‍વીકારી લીધી છે પણ આ રચના કયારે થશે તે સ્‍પષ્ટ નથી. સંસદીય બોર્ડની રચનાને કોંગ્રેસ વકિર્ંગ કમિટીની મંજૂરી મળે પછી જ તેની રચના થશે પણ આ મંજૂરી કયારે મળશે એ પણ નક્કી નથી.
કોંગ્રેસનું સંસદીય બોર્ડ ભાજપની જેમ કોંગ્રેસના ચૂંટણીલક્ષી નિર્ણયો લેશે. હાલમાં કોંગ્રેસમાં ચૂંટણી સમિતિ છે કે જે લોકસભા અને વિધાનસભા ચૂંટણી માટે પક્ષના ઉમેદવારો નક્કી કરે છે

 

(3:44 pm IST)