Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

કરાંચી બ્‍લાસ્‍ટ પછી મંડારીન ભાષાની તાલીમ આપતા ચીની શિક્ષકોએ છોડયુ પાકિસ્‍તાન

ઇસ્‍લામાબાદ, તા., ૧૬: કરાંચી યુનિવર્સિટીના કોન્‍સીયસ ઇન્‍સ્‍ટીટયુટમાં ભણાવતા શિક્ષકોને ચીન પાછા બોલાવી લેવાયા છે. કરાંચી વિસ્‍ફોટમાં ૩ ચીની મૂળના નાગરીકોના મોત થયા બાદ આ શિક્ષકોએ પાકિસ્‍તાન છોડયું છે. ચીનમાં સીચુઆન નોર્મલ યુનિવર્સિટીના સહયોગથી કરાંચી યુનિવર્સિટીમાં કન્‍ફયુસીયશ ઇન્‍સ્‍ટીટયુટની સ્‍થાપના વર્ષ ર૦૧૩ માં થઇ હતી જેનો હેતુ મંડારીન (ચીની) ભાષાનો વ્‍યાપ પાીકસ્‍તાનમાં વધારવાનો હતો જેને લઇને ચીન અને પાકિસ્‍તાનના લોકો સરળતાથી વાતચીત કરી શકે.
ચીની પ્રશિક્ષકોની સ્‍વદેશ વાપસી ર૬ એપ્રિલે કન્‍ફયુસીયશ સંસ્‍થાની બહાર કરાંચી  વિશ્વ વિદ્યાલયમાં ચીની નાગરીકોને નિશાન બનાવી કરવામાં આવેલા આત્‍મઘાતી હુમલાને ધ્‍યાનમાં રાખી થઇ છે. હુમલામાં ચીનના ૩ નાગરીકો સહીત ૪ના મૃત્‍યુ થયા હતા. માત્ર કરાંચી વિદ્યાલયના કન્‍ફયુસીયશ સંસ્‍થાના જ નહિ પરંતુ અન્‍ય સંસ્‍થાના ચીની શિક્ષકોને પણ પાછા બોલાવી લેવાયા છે. વિભાગના નિર્દેશક ડો.નસરૂદીને કહયું કે, સંસ્‍થાનને બંધ નહિ કરવામાં આવે.

 

(3:42 pm IST)