Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

મેઘાલયના મૌસીનરમ ખાતે ત્રણ દિવસમાં ૩૪ ઈંચ વરસાદ ખાબકયો

દેશમાં સિઝનનો સૌથી વધુ વરસાદ અહીં પડે છે

નવીદિલ્‍હીઃ મેઘાલયના પાટનગર શિલોંગ થી ૬૦ કિલોમીટર દૂર ખાસી હિલ ડિસ્‍ટ્રીકટમાં આવેલા અને દેશના સૌથી વધુ વરસાદ પડતા તથા ચેરાપુંજીથી માત્ર ૧૫ કી.મી. પશ્ચિમે આવેલા  મૌસીનરમ ગામ ખાતે તાજેતરમાં ૧૨, ૧૩ અને ૧૪ મે ના રોજ માત્ર ત્રણ દિવસમાં અનરાધાર ૩૪ ઇંચ વરસાદ ખાબકયો છે. મૌસીનરમ ખાતે દેશનો સૌથી વધુ વરસાદ પડે છે. છેલ્લા ત્રણ દિવસમાં અહીં મુજબ વરસાદ પડ્‍યો છે.

૧૪ મે  = ૧૮૨.૬ મી.મી., ૧૩ મે  = ૪૩૮.૨ મી.મી., ૧૨ મે  = ૨૩૩.૪ મી.મી., ૩ દિવસમાં ૮૫૪.૨ મી.મી. એટલે કે ૩૪ ઇંચ વરસાદ ખાબકયો છે. દર વર્ષે સરેરાશ ૧૧,૮૭૨ મિલી મીટર એટલે કે ૪૭૫ ઇંચ આસપાસ વરસાદ અહીં પડે છે. દરમિયાન કોલકતામાં ગતરાત્રીના ઝાપટા વરસ્‍યા હતા.

(1:45 pm IST)