Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

સાઉદી અરેબિયામાં હિન્‍દુ સંતોનું સ્‍વાગત

પુજય મહંત સ્‍વામી મહારાજ ના આશીર્વાદ સાથે સ્‍વામિનારાયણ સંસ્‍થાના વરિષ્‍ઠ સંતવર્ય પૂજય બ્રહ્મવિહારી સ્‍વામીએ સાઉદી અરેબિયાના રિયાધ ખાતે ઐતિહાસિક, આંતરધર્મ સંવાદિતા પરિષદને સંબોધન કર્યું હતુ. મુસ્‍લિમ વર્લ્‍ડ લીગ  દ્વારા આયોજિત આ  પરિષદમાં , ૩૫ દેશોમાંથી  વિવિધ ધર્મોના ૯૦ અગ્રણી પ્રતિનિધિઓ ઉપસ્‍થિત રહ્યા હતા. હિંન્‍દુ ધર્મના પ્રતિનિધિરૂપે, પૂજયબ્રહ્મવિહારી સ્‍વામીના પ્રભાવક ઉદબોધન અને પ્રેરણાત્‍મક સંદેશને, મુસ્‍લિમ વર્લ્‍ડ લીગના સેક્રેટરી જનરલ, મહામહિમ ડો. મોહમ્‍મદ બિન અબ્‍દુલકરીમ અલ ઇસા અને અન્‍ય વૈશ્વિક પ્રતિનિધિઓ દ્વારા તાળીઓના ગડગડાટ સાથે વધાવી લેવામાં આવ્‍યા હતા.

(12:13 pm IST)