Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

ઉત્તર પૂર્વના રાજ્યોમાં ધોધમાર વરસાદ: ઠેરઠેર પાણી ભરાયા: ચેરાપુંજીમાં ૨૪ કલાકમાં ૧૭ ઇંચ: એક વીકમાં ૫૨ ઇંચ

ઉત્તર પૂર્વના રાજ્યોમાં સંખ્યાબંધ સ્થળે ધોધમાર વરસાદ પડ્યો છે. વિશ્વના સૌથી વધુ વરસાદ પડતાં પ્રદેશો પૈકીના મેઘાલયના ચેરાપુંજી ખાતે છેલ્લા ૨૪ કલાકમાં ૧૭ ઇંચ વરસાદ ખાબકયો છે. જ્યારે છેલ્લા સાત દિવસમાં ૫૨ ઇંચ વરસાદ નોંધાયો છે. અનેક સ્થળે રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા છે અને શિલાઓ ધસી પડી છે..

(11:26 am IST)