Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

LICનું GMP શૂન્‍યથી નીચે ગયું રોકાણકારો પ્રથમ દિવસે ગુમાવશે!

દેશના સૌથી મોટા IPO બાદ સરકારી વીમા કંપની LICના શેર આવતીકાલે બજારમાં લિસ્‍ટ થવા જઈ રહ્યા છે : LIC IPOનો GMP માઈનસ ૨૫ રૂપિયા પર આવી ગયો છેઃ એક સમયે તે ગ્રે માર્કેટમાં રૂ.૯૨ના પ્રીમિયમ સાથે ટ્રેડ થઈ રહ્યો હતો

નવી દિલ્‍હી, તા.૧૬: દેશના સૌથી મોટા IPO બાદ સરકારી વીમા કંપની ન્‍ત્‍ઘ્‍ના શેર આવતીકાલે બજારમાં લિસ્‍ટ થવા જઈ રહ્યા છે. LICના , LICજે રેકોર્ડ ૬ દિવસ સુધી ખુલ્લો રહ્યો હતો, તેને લગભગ દરેક કેટેગરીમાં સારો પ્રતિસાદ મળ્‍યો હતો. ગયા અઠવાડિયે, LICના શેર પણ ફાળવવામાં આવ્‍યા (LIC IPO શેર ફાળવણી). જેમને શેર મળ્‍યા છે, શેર તેમના ડીમેટ ખાતામાં આજે એટલે કે સોમવારે જમા થશે. જોકે, IPOમાં સફળ રોકાણકારો માટે લિસ્‍ટિંગ પહેલા એક ખરાબ સમાચાર છે. ગ્રે માર્કેટ (LIC IPO GMP)માં LIC IPO માટેનું પ્રીમિયમ લિસ્‍ટિંગ પહેલાં વધુ ઘટયું છે, જે ડિસ્‍કાઉન્‍ટ પર લિસ્‍ટિંગનો સંકેત આપે છે.

 સોમવારે, લિસ્‍ટિંગના એક દિવસ પહેલા, LIC IPOનો GMP માઈનસ ૨૫ રૂપિયા પર આવી ગયો છે. એક સમયે તે ગ્રે માર્કેટમાં રૂ.૯૨ના પ્રીમિયમ સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. ટોપ શેર બ્રોકરના ડેટા અનુસાર, હાલમાં LIC IPOનું ગ્રે માર્કેટ પ્રીમિયમ માઈનસ ૧૫ રૂપિયા છે. બીજી તરફ, IPO વોચ પર, LIC IPOનો GMP નેગેટિવમાં રૂ. ૨૫ થયો છે. જીએમપી સંકેત આપી રહ્યું છે કે પહેલા જ દિવસે રોકાણકારોને નુકસાન વેઠવું પડી શકે છે.

તમને જણાવી દઈએ કે દેશના સૌથી મોટા IPOમાં ૧૬,૨૦,૭૮,૦૬૭ શેરની ઓફર કરવામાં આવી હતી અને તેના માટે ૪૭,૮૩,૨૫,૭૬૦ બિડ મળી હતી. પોલિસી ધારકોની શ્રેણીમાં IPO ૬.૧૨ વખત સબસ્‍ક્રાઇબ થયો હતો. એ જ રીતે, LIC કર્મચારીઓ માટે આરક્ષિત ભાગ ૪.૪ ગણો સબસ્‍ક્રાઇબ કરવામાં આવ્‍યો હતો. રિટેલ રોકાણકારોનો શેર પણ ૧.૯૯ ગણો સબસ્‍ક્રાઇબ થયો હતો. આ સિવાય, QIB માટે નિર્ધારિત ભાગ ૨.૮૩ વખત સબ્‍સ્‍ક્રાઇબ થયો હતો અને NII ભાગ ૨.૯૧ વખત સબ્‍સ્‍ક્રાઇબ થયો હતો. એકંદરે, LIC IPO ને ૨.૯૫ ગણું સબસ્‍ક્રિપ્‍શન મળ્‍યું.

ગ્‍લ્‍ચ્‍ અને ફલ્‍ચ્‍ પર ડિસ્‍કાઉન્‍ટ લિસ્‍ટિંગ પછી પણ ન્‍ત્‍ઘ્‍નું માર્કેટ કેપ (ન્‍ત્‍ઘ્‍ ર્પ્‍ઘ્‍ીષ્ટ) રૂ. ૬ લાખ કરોડથી વધુ થવાનો સંકેત આપી રહ્યું છે. જો આમ થશે, તો ન્‍ત્‍ઘ્‍ બજારમાં લિસ્‍ટ થતાની સાથે જ ભારતની પાંચમી સૌથી મોટી જાહેર કંપની બની જશે. માર્કેટ કેપ એટલે કે વેલ્‍યુએશનની દ્રષ્ટિએ, માત્ર રિલાયન્‍સ ઇન્‍ડસ્‍ટ્રીઝ (રિલાયન્‍સ ઇન્‍ડસ્‍ટ્રીઝ લિમિટેડ), વ્‍ઘ્‍લ્‍, ણ્‍ઝજ્‍ઘ્‍ બેન્‍ક અને ઇન્‍ફોસિસ સરકારી વીમા કંપની કરતાં આગળ રહેશે.

(10:47 am IST)