Gujarati News

Gujarati News

News of Saturday, 16th May 2020

પંજાબ સરકારનો મોટો નિર્ણંય : 31 મે સુધી લોકડાઉન લંબાવી દેવાયું : કર્ફ્યૂ હટાવાશે

નાના દુકાનદારો અને બિઝનેસમેનની વધારેમાં વધારે દુકાન ખોલવા દેવાશે

નવી દિલ્હી :પંજાબમાં લોકડાઉન 31 મે સુધી લંબાવી દેવાયું છે  પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદ સિંહે એલાન કર્યું. જો કે મુખ્યમંત્રીએ જરૂર કહ્યું કે, 18 મેએ નાના દુકાનદારો અને બિઝનેસમેનની વધારેમાં વધારે ખોલવા દુકાન ખોલી દેવામાં આવશે. પંજાબમાં 18 મે બાદ કર્ફ્યૂ નહી હોય માત્ર લોકડાઉન રહેશે.

મુખ્યમંત્રી કહ્યું કે, પંજાબમાં શાળા નહી ખોલશું. બાળકોને શાળામાં અલગ-અલગ રાખી શકાય નહી. તેમણે કહ્યું કે, રેડ, ગ્રીન અને ઓરેન્જ ઝોનને સમજવાનું મુશ્કિેલ છે તેથી પંજાબમાં કંફાઈનમેન્ટ ઝોન અને નોન-કંફાઈનમન્ટ ઝોન બનાવશે.

રાજ્ય સરકાર પ્રમાણે અત્યાર સુધીમાં અહી 1946 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયાં છે. તેમાંથી 1257 દર્દી ઈલાજ બાદ સાજા થઈ ચુક્યા છે અને 32 લોકોના મોત થયાં છે. રાજ્યના સાત જિલ્લામાં અત્યાર સુધી કોરોના વાઈસરના 100થી વધારે કેસ સામે આવ્યા છે. સૌથી વધારે મામલે અમૃતસરમાં મળ્યા છે. અહીં અત્યાર સુધીમાં 301 પોઝિટિવ કેસ સામે આવ્યા છે.

(11:10 pm IST)