Gujarati News

Gujarati News

News of Saturday, 16th May 2020

કોરોનાનો મારઃ હવે વજનમાં હળવી જવેલરીની માગ વધી

જવેલર્સ દ્વારા નવી લાઇટ વેઇટ ડિઝાઇન પર કામ શરૂ કરાયું

નવી દિલ્હી, તા., ૧૬: કોરોના ઇફેકટને કારણે સોનાના  વધતા જતા ભાવને કારણે ગોલ્ડ જવેલરીમાં ખાસ કરીને વેચાણમાં નોંધપાત્ર પરીવર્તન આવશે. સોનાના ભાવ ઉંચા જતા હોવાથી લોકોની ખરીદશકિત ઘટી રહી છે. તેમાં કોરોનાનો માર જેને કારણે હવે લાઇટવેઇટ જવેલરી વધુ લાઇટ બનશે. કોરોનાને કારણે ગોલ્ડમાં ઇમ્પોર્ટ ઘટશે અને રી સાઇકલીંગ વધશે તેમ વેપારીઓનું સ્પષ્ટ માનવું છે. લોકોની ખરીદ શકિત નહી હોવાથી લોકો નવા સોનાની ખરીદી પણ ટાળશે પોતાની પાસે રહેલુ઼ સોનુ છે તેમાંથી જ નવા ઓર્નામેન્ટસ બનાવાશે.

હાલમાં લાઇટ વેઇટમાં પેન્ડલ સેટ, ૩ થી ૧ર ગ્રામ સુધી બને છે પણ હવે તેનું પ્રમાણ ૩ થી ૭ ગ્રામ સુધી થઇ શકશે. અને હાફ સેટ, ૧પ થી ર૦ ગ્રામ સુધી  બને છે તેને હવે વેપારીઓ ૧ર થી ૧૩ ગ્રામ  સુધી બનાવશે. આ ઉપરાંત બેંગગ્સ ડોકીયા, વગેરેમાં વજન ઘટશે. સંભાવના એવી છે કે જયારે લોકલ માર્કેટ ખુલશે ત્યારે ખરીદનારા કરતા સોનામાં ઘરેણા વેચનારની સંખ્વા વધુ  હશે

લોકડાઉનના કારણે હવે ડીજીટલ ગોલ્ડનો કોન્સેપ્ટ આવશે. જેના કારણે સોનામાં રોકાણ કરનાર સામાન્ય વર્ગ પણ દર મહિને રૂ. પ૦૦, ૧૦૦૦ એમ ઓછી રકમમાં પણ રોકાણ કરી શકશે. અને જરૂર પડે ત્યારે તેને ઓનલાઇન વેચી શકશે. સૌથી મોટી અસર એ આવશે કે સ્થાનીક લેવલે રીસાઇલીંગ વધશે.

જેનું પ્રમાણ અત્યાર સુધી ઓછુ હતું એક ગ્રામ સોનુ ઘટે તો હાલના ભાવ મુજબ ગ્રાહકને સીધો રૂ. ૫પ૦૦ સુધીનો બજેટમાં ઘટાડો થાય લોકો ઓછા બજેટમાં પણ સોનાની ખરીદી કરી શકશે.

જેમ્સ એન્ડ જવેલરી એસોસીએશનના મેમ્બરે જણાવ્યું હતુ કે ડીજીટલ  ગોલ્ડમાં લોકોને લોકર સુધી જવુ નહી પડે. ઘેર બેઠા જ એક ગ્રામથી શરૂ કરીને વધુ સોનાની ખરીદી અને વેચાણ કરી શકશે.

(3:27 pm IST)