Gujarati News

Gujarati News

News of Saturday, 16th May 2020

વિશ્વની પ્રથમ ઘટના

માતાના ગર્ભ સુધી પહોંચ્‍યો કોરોના

ડોકટરો પણ ચોંકી ઉઠયા : જન્‍મતાવેત જ કોરોના પોઝીટીવ

પ્રયાગરાજ તા. ૧૬  : અત્‍યાર સુધી શ્વાસ, મોં, નાકથી નિકળતા શ્વાસોશ્વાસથી અને થૂંકથી જ કોરોનાનો ખતરો માનવામાં આવતો પરંતુ આ વાયરસે હવે ધીરે ધીરે લોકોને સંક્રમિત થવાનો માર્ગ બદલી નાખ્‍યો છે તે શરીરના કોઇપણ ભાગને પ્રભાવિત કરી શકે છે ત્‍યાં સુધી કે માતાનું ગર્ભાશય પણ એવો જ એક કેસ મોતીલાલ નહેરૂ મેડિકલ કોલેજની પાસે એસઆરએન હોસ્‍પિટલમાં આવ્‍યો. કોરોના સંક્રમિત માતાએ જે બાળકીને જન્‍મ આપ્‍યો તે કોરોના સંક્રમિત છે તેનાથી ડોકટર પણ ચોંકી ઉઠયા હતા.

પ્રતાપગઢની કોરોના સંક્રમિત ગર્ભવતી મહિલાની પ્રસુતી ૧૨ મેએ સ્‍વરૂપરાની હોસ્‍પિટલમાં કરવામાં  આવી. આઇસીએમઆરની ગાઇડલાઇનનું પાલન કરીને ડોકટરની ટીમે પ્રસુતી કરાવી. જન્‍મના તત્‍કાલ બાદ જ નવજાત બાળકીને ઓટીમાંથી હટાવીને બાળકોની હોસ્‍પિટલમાં રખાઇ. જોકે માતા કોરોના સંક્રમિત હતી તેથી નવજાતનું સેમ્‍પલ પણ તપાસ માટે મોકલાયું હતું. ૪૮ કલાક બાદ તે બાળકીનો રીપોર્ટ પણ પોઝિટિવ આવ્‍યો.

(3:24 pm IST)