Gujarati News

Gujarati News

News of Saturday, 16th May 2020

કોરોના દર્દીઓ અને તેની સંભાળ લેનાર વ્યકિત માટે સરકારના સૂચનો

સંભાળ લેનાર વ્યકિત માટેના સૂચનોઃ-

માસ્કઃ કેર-ગીવર જયારે બીમાર દર્દીના રૂમમાં હોય ત્યારે તેઓએ યોગ્ય રીતે ત્રી-સ્તરીય મેડિકલ માસ્ક પહેરવાનો રહેશે. માસ્ક ઉપયોગમાં હોય ત્યારે તેના આગળના ભાગને સ્પર્શ ન કરવો જોઇએ કે ન તો તેને હેન્ડલ કરવો જોઇએ.

જો માસ્ક સ્રાવને કારણે ભીનો અથવા ગંદો થઇ જાય તો, તેને તાત્કાલિક રીતે બદલી નાખવો જોઇએ. ઉપયોગ કર્યા બાદ માસ્કનો નિકાલ કરી નાખો અને માસ્કનો નિકાલ કર્યા બાદ હાથની યોગ્ય. રીતે સફાઇ કરો.

. તેણે/ તેણીએ પોતાના ચહેરા,નાક અથવા મોઢાનો સ્પર્શ કરવાનું ટાળવું જોઇએ.

.બીમાર વ્યકિતના સંપર્કમાં આવ્યા બાદ કે દર્દીના તાકીદના વાતાવરણના સંસર્ગમાં આવ્યા બાદ હાથની સ્વચ્છતા સુનિશ્ચિત કરવી જ જોઇએ.

. ભોજન રાંધતા પહેલા અને પછી, જમતા પહેલા અને શૌચાલયનો ઉપયોગ કર્યા બાદ અને જયારે પણ હાથ ગંદા દેખાય ત્યારે હાથની યોગ્ય રીતે સફાઇ કરવી જોઇએ. હાથને સાબુ અને પાણીનો ઉપયોગ કરીને ઓછામાં ઓછા ૪૦ સેકન્ડ સુધી ધુઓ. જો હાથ ગંદા ન દેખાતા હોય તો આલ્કોહોલ આધારિત હેન્ડ રબનો ઉપયોગ કરી શકાય છે.

.સાબુ અને પાણીનો ઉપયોગ કર્યા બાદ હાથને સુકવવા માટે ડિસ્પોઝેબલ પેપર ટોવલનો ઉપયોગ કરાય તે ઇચ્છનીય છે. જો તે ઉપલબ્ધ ન હોય તો, કાપડના સ્વચ્છ રૂમાલનો ઉપયોગ કરો અને તે ભીનો થઇ જાય ત્યારે તેને બદલી નાખો.

દર્દી સાથે સંપર્કઃ દર્દીના શરીરના પ્રવાહી સાથે સીધો સંસર્ગ ટાળો, ખાસ કરીને મૌખિક અથવા શ્વસનને લગતા સ્ત્રાવો સાથે. દર્દીના હેન્ડલિંગ વખતે ડિસ્પોઝેબલ ગ્લવ્સનો ઉપયોગ કરો. ગ્લવ્સને દૂર કરતા પહેલા અને પછી હાથને યોગ્ય રીતે સાફ કરો.

.દર્દીને જયા રખાયા હોય તે રૂમના વાતાવરણમાં સંભવિત ચેપગ્રસ્ત વસ્તુઓ (દા.ત. જેમ કે સિગારેટ શેરિંગ, ભોજનના વાસણો, ડિશ, પીણાના વાસણો, ઉપયોગમાં લેવાયેલ રૂમાલ અથવા ચાદરો)નો સીધો સંપર્ક ટાળો.

.દર્દીને તેમના રૂમમાં જ ભોજન અપાવું જોઇએ.

. દર્દી દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલા વાસણો અને ડિશોને હાથમોજાં પહેરીને સાબુ/ ડિટર્જન્ટ અને પાણીની મદદથી સાફ કરાવા જોઇએ. વાસણો અને ડિશોનો ફરી વાર ઉપયોગ કરી શકાય છે. દર્દીએ ઉપયોગમાં લીધેલી વસ્તુઓના હેન્ડલિંગ બાદ અથવા હાથમોજાં ને ઉતાર્યા બાદ હાથને બરાબર સાફ કરી લો.

.દદી દ્વારા ઉપયોગમાં લેવાયેલા કપડા કે ચાદરોને સાફ કરતી વખતે અથવા સપાટીઓની સફાઇ કે હેન્ડલિંગ વખતે ત્રિ-સ્તરીય મેડિકલ માસ્ક અને ડિસ્પોઝેબલ હાથમોજાંનો ઉપયોગ કરો. હાથમોજાંને દૂર કરતા પહેલા અને તે બાદ સફાઇ કરો.

. સંભાળ લેનાર વ્યકિત સુનિશ્યિત કરશે કે દર્દી પ્રસ્તાવિત સારવારને બરાબર અનુસરી રહ્યા છે.

. સંભાળ લેનાર વ્યકિત અને તમામ નજીકના સંપર્કો રોજ પોતકાના શરીરનું તાપમાન માપવાની સાથે પોતાના આરોગ્ય પર નિયમિત નજર રાખશે અને જો તેઓને કોવિડ-૧૯ હોવાના સૂચક લક્ષણો (તાવ/કફ/શ્વાસ લેવામાં તકલીફ) વિકસિત થથા લાગે તો તાકીદે તેની જાણ કરશે.

દર્દીઓ માટેના સૂચનઃ- . દર્દી હંમેશા ત્રિ-સ્તરીય મેડિકલ માસ્ક પહેરી રાખશે. દર ૮ કલાકે અથવા તો માસ્ક ભીનો કે ગંદો થઇ ગયેલો દેખાય તો તે માસ્કનો નિકાલ કરી દો.

. માસ્કને ૧% સોડિયમ હાઇપો-કલોરાઇડ વડે જંતુમુકત કર્યા બાદ જ તેનો નિકાલ કરાવો જોઇએ.

. દર્દી તેમને ફાળવાયેલા રૂમમાં જ રહેશે અને તે ઘરના અન્ય સભ્યોથી દૂર જ રહેશે ખાસ કરીને વૃદ્ઘો અને તેવા લોકો જેઓ હાઇપરટેન્શન, કાડિયોવાસ્કયુલર બીમારીઓ, કિડનીની બીમારીઓ ધરાવે છે તેમનાથી દૂર જ રહેશે.

.દર્દીએ પૂર્ણ આરામ કરવાનો રહેશે અને શરીરમાં પાણીનું પ્રમાણ દ્યટી ન જાય તે માટે તેણે અઢળક પ્રવાહી લેતા રહેવું જોઇએ.

.શ્વસનને લગતા નિયમોનું હંમેશા પાલન કરો.

. હાથને સાબુ અને પાણીની મદદથી ઓછામાં ઓછી ૪૦ સેકન્ડ સુધી સાફ કરવા જોઇએ અથવા તો તેને આલ્કોહોલ આધારિત સેનિટાઇઝરની મદદથી સાફ કરવાના રહેશે.

.અંગત ઉપયોગની વસ્તુઓને બીજા લોકો સાથે શેર ન કરશો.

.રૂમમાં તેવી સપાટીઓ, જેનો વારંવાર સ્પર્શ કરાતો હોય (જેવી કે લેપટોપ્સ, દરવાજાના નોબ, હેન્ડલ વગેરે) તેને ૧% હાઇપોકલોરાઇટ સોલ્યુશનની મદદથી સાફ કરો.

. દર્દીએ ફિઝિશિયનના સૂચનો અને દવાઓ અંગેની સલાહનું સખ્તાઇપૂર્વક પાલન કરવાનું રહેશે.

. દર્દી રોજ પોતાના શરીરનું તાપમાન માપીને નિયમિત રીતે પોતાના આરોગ્યનું સેલ્ફ-મોનિટરીંગ કરશે. અને જો તેમને નીચે આપેલા લક્ષણો પૈકી કોઇ લક્ષણો ખરાબ થતા જણાય તો ત્વરિત રીતે તેની જાણ તબીબી ટીમને કરશે.

(1:13 pm IST)