Gujarati News

Gujarati News

News of Saturday, 16th May 2020

એક વર્ષની નોકરી પુરી કરનારને પણ મળશે ગ્રેચ્‍યુઈટી

ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને થશે લાભ

નવી દિલ્‍હીઃ. દેશના ખાનગી ક્ષેત્રમાં કામ કરતા લાખો કામદારો માટે સારા સમાચાર છે. ટૂંક સમયમાં જ તેઓ એક વર્ષની નોકરી પુરી કરે તો ગ્રેચ્‍યુઈટી મેળવવા હક્કદાર બની જશે. નાણાપ્રધાન નિર્મલા સીતારામણે આ ફેરફારની માહિતી આપી છે.

તેમણે જણાવ્‍યુ કે સરકાર લેબર કોડ દ્વારા શ્રમિકોના હિતમાં મોટા ફેરફારો કરવા જઈ રહી છે. લેબર કોડમાં જોગવાઈ કરાઈ છે કે ગ્રેચ્‍યુઈટીનો લાભ કર્મચારીઓને પાંચ વર્ષને બદલે એક વર્ષની નોકરી પછી જ આપવો જોઈએ. સંસદમાંથી મંજુરી મળતા જ આ કાયદો લાગુ કરી દેવામાં આવશે.

પાંચ વર્ષથી જગ્‍યાએ એક વર્ષ નોકરી પર ગ્રેચ્‍યુઈટી મળવાનો સૌથી મોટો ફાયદો ખાનગી ક્ષેત્રમાં કામ કરતા કામદારોને થશે. અત્‍યારે ખાનગી ક્ષેત્રમાં કામ કરનારા ૫૦ ટકાથી વધારે કર્મચારીઓ ગ્રેચ્‍યુઈટીનો લાભ નથી લઈ શકતા કેમ કે તેઓ પાંચ વર્ષ પહેલા નોકરી બદલી નાખે છે.

આના લીધે કંપનીઓને ફાયદો થાય છે કેમ કે તેઓ ગ્રેચ્‍યુઈટીને સીટીસીનો ભાગ બનાવી દે છે.

(11:27 am IST)